Get The App

પીઢ ટીવી એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરથી નિધન

Updated: Jun 11th, 2023


Google NewsGoogle News
પીઢ ટીવી એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરથી નિધન 1 - image


બુનિયાદ સહિતની સિરિયલોમાં કામ કર્યું હતું

દૂરદર્શનના સુવર્ણકાળમાં અનેક  સિરિયલોનો જાણીતો ચહેરોઃ ખૂન ભરી માંગ સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું

મુંબઈ: દૂરદર્શનના સુવર્ણ કાળની 'બુનિયાદ' સહિતની જાણીતી ટીવી સિરિયલોના એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરના કારણે અવસાન થયું છે. તેમણે લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રેખા તથા કબીર બેદીની જાણીતી ફિલ્મ 'ખૂન ભરી માંગ' 'દયાવાન', 'જાનશીન'  સહિતની કેટલીય ફિલ્મોમાં તેમણે જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી. હિન્દી ઉપરાતં પંજાબી ફિલ્મોમાં પણ તેમણે અભિનેતા તરીકે લોકપ્રિયતા મેળવી હતી. તેમણે પોતાની પ્રોડક્શન કંપની પણ સ્થાપી હતી અને સંખ્યાબંધ પંજાબી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું. 

છેલ્લા કેટલાય સમયથી તેમને કેન્સરનું નિદાન થયું હતું. લાંબા સમયની સારવાર બાદ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટીવી અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 


Google NewsGoogle News