Get The App

ચાલુ કોન્સર્ટમાં ગુસ્સે થઈ જતી રહી દિગ્ગજ સિંગર, આયોજકો પર ભડકી, ફેન્સની માફી માગી

Updated: Dec 23rd, 2024

GS TEAM


Google News
Google News
ચાલુ કોન્સર્ટમાં ગુસ્સે થઈ જતી રહી દિગ્ગજ સિંગર, આયોજકો પર ભડકી, ફેન્સની માફી માગી 1 - image


Image: Facebook

Monali Thakur Varanasi Concert: પ્લેબેક સિંગર મોનાલી ઠાકુરની સિંગિંગના લોકો દીવાના છે. તેના કોન્સર્ટમાં ચાહકોની ભારે ભીડ લાગે છે પરંતુ તાજેતરમાં જ થયેલા વારાણસી કોન્સર્ટમાં સિંગરે ખરાબ અનુભવ શેર કર્યો. ખરાબ મેનેજમેન્ટના કારણે મોનાલી એ રીતે પરેશાન થઈ કે અધવચ્ચે જ કોન્સર્ટ છોડીને જતી રહી. સિંગરે આ રીતે કોન્સર્ટ ખતમ કરવા માટે પોતાના ચાહકોની માફી પણ માગી.

મોનાલીએ ગુસ્સામાં શો છોડ્યો

22 ડિસેમ્બરે મોનાલી વારાણસીમાં કોન્સર્ટ માટે પહોંચી હતી. આ માટે તે અને તેની ટીમ સુપર એક્સાઈટેડ હતી પરંતુ ત્યાં પહોંચીને જે નજારો સિંગરે જોયો તે બાદ તે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરી શકી નહીં અને વચ્ચે જ કોન્સર્ટ છોડવાનું સ્ટેજથી એલાન કરી દીધું. ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરનારી કંપની પર મોનાલીએ પોતાની ભડાશ કાઢી. સિંગરે કોન્સર્ટ વચ્ચે જ ખતમ કરવાના ઘણા કારણ ગણાવ્યા. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોનાલીએ સ્ટેજ સેટઅપ ઠીક ન હોવાની વાત કહી.

આ પણ વાંચો: દિલજીત દોસાંઝ અને ધિલ્લોનના વિવાદમાં કૂદયો જાણીતો રેપર, કહ્યું - અમારા જેવી ભૂલ ના કરશો..

મોનાલીએ માફી માગી

વીડિયોમાં સિંગર કહે છે, 'મારું દિલ તૂટી ગયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શું સ્થિતિ છે. રૂપિયા ચોરી કરવા માટે તેમણે શું સ્ટેજ બનાવ્યો છે તે હું સમજાવી શકતી નથી. એન્કલ ઈજાની શક્યતા છે. ડાન્સર્સ મને શાંત રહેવાનું કહી રહ્યાં છે પરંતુ બધી ગડબડ છે. મારી તમારા પ્રત્યે જવાબદારી છે, તમે મારા માટે આવો છો. તેથી મને જવાબદાર ઠેરવશો. હું આશા કરું છું કે એટલી મોટી બનું કે પોતે આની જવાબદારી લઈ શકું. પછી કોઈ ફાલતૂ, બિન જવાબદાર, અનૈતિક લોકોના વિશ્વાસે ના આવું. હું તમારી દિલથી માફી માગુ છું કે આ શો અહીં ખતમ કરવો પડી રહ્યો છે પરંતુ હું જરૂર વાપસી કરીશ અને આનાથી સારો શો તમને બતાવીશ.'

જોકે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સે સિંગરના આરોપોને ખોટા ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આયોજકોનું કહેવું છે કે મોનાલીએ પહેલા તો પોતાની હોટલમાં તેમને ચાર કલાકથી વધુ સમય સુધી રાહ જોવડાવી હતી. પ્રેસ સાથે વાત કરવાનો ઈનકાર કર્યો. 

મોનાલી સ્વિટ્ઝર્લેન્ડમાં રહે છે. શો અને સિંગિંગ કમિટમેન્ટ્સ માટે ઈન્ડિયા ટ્રાવેલ કરતી રહે છે. મોનાલીના હિટ ગીતોમાં 'મોહ મોહ કે ધાગે', 'જરા જરા ટચ મી', 'ખ્વાબ દેખે' સામેલ છે. તે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 2 નો ભાગ હતી. 

Tags :