હોલીવુડના દિગ્ગજ અભિનેતા રોન ફેબરનું 90 વર્ષની વયે નિધન

Updated: Apr 25th, 2023

Google NewsGoogle News
હોલીવુડના દિગ્ગજ અભિનેતા રોન ફેબરનું 90 વર્ષની વયે નિધન 1 - image


- રોન ફેબરની હોલીવુડમાં શાનદાર કારકિર્દી રહી

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2023, મંગળવાર

હોલીવુડના દિગ્ગજ કલાકાર રોન ફેબરનું 90 વર્ષની વયે નિધન થયું છે.  રોન ફેબર લાંબા સમયથી ફેફસાના કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા. રોન ફેબરની હોલીવુડમાં શાનદાર કારકિર્દી હતી અને તેની વિદાયને કારણે શોકનું મોજુ ફરી વળ્યુ છે.  રોન ફેબરની હોલીવુડમાં શાનદાર કારકિર્દી રહી છે. તેમના અભિનયના આધારે તેમને  The Exorcist, Tree Of Guernica અને The Private Of J. Edger Hoover જેવી ફિલ્મો મળી જેમાં તેમણે તેમની અભિનય કુશળતા પણ સાબિત કરી.

ફિલ્મો ઉપરાંત રોન ફેબર ટીવીની દુનિયામાં પણ સક્રિય હતા. તેણે Law And  Order, Kojak અને The Edge  Of Night  જેવા ટીવી શો પણ કર્યા હતા. વર્ષ 1973માં રોન ફેબરે The Exorcistમાં Chuck નું પાત્ર ભજવ્યું હતું. 

રોન ફેબર બ્રોડવે પ્રોડક્શન્સનો પણ હિસ્સો રહ્યો છે જેના હેઠળ તેમણે  Henry Fonda સાથે First Monday In October અને Irene Papas સાથે Medeaમાં કામ કર્યું છે. 

Google NewsGoogle News
Gujarat