ધર્મ અંગે મજાક ઉડાવનારા પર ભડકી આ દિગ્ગજ ટેલિવિઝન પ્રોડ્યુસર, કહ્યું- 'હું હિન્દુ છું, ડરતી નથી..'
Image: Facebook
Ekta Kapoor on Religion: ટીવીથી લઈને બોલિવૂડ અને ઓટીટી પર રાજ કરનારી ફેમસ પ્રોડ્યુસર એકતા કપૂરને આજે કોઈ ઓળખની જરૂર નથી. એકતાએ આજે જે સફળતા મેળવી છે ત્યાં સુધી પહોંચવું તેના માટે સરળ નહોતું. પોતાના કરિયરમાં એકતાને ન માત્ર પ્રોફેશનલ લાઈફ પરંતુ પર્સનલ લાઈફમાં પણ ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. તેના શો જ નહીં પરંતુ વેબ સિરીઝને લઈને પણ ખૂબ હોબાળો મચ્યો. અત્યારે એકતા પોતાની અપકમિંગ મૂવી 'ધ સાબરમતી રિપોર્ટ' ને લઈને ચર્ચામાં છે. ગત દિવસોમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવાયું છે, જેને લઈને ફરીથી હોબાળો મચેલો છે. આ દરમિયાન હવે એકતાએ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પોતાના ધર્મ અને અન્ય ધર્મના લોકોને લઈને વાત કરી. આ દરમિયાનનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ક્યારેય ડરીને કામ કર્યું નથી કેમ કે હું હિંદુ છું...
એકતા કપૂરે 'ધ સાબરમતી રિપોર્ટ' ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પોતાની ફિલ્મની સાથે-સાથે ધર્મને લઈને તેની મજાક બનાવનાર પર પણ નિશાન સાધ્યું. એકતાએ પોતાની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની કહાનીને જોવાની અપીલ કરવાની સાથે જ હિંદુ હોવા પર પણ જોર આપતાં કહ્યું, 'મે ક્યારેય જીવનમાં ડરીને કામ કર્યું નથી કેમ કે હું એક હિંદુ છું પરંતુ તેનો અર્થ એ છે કે તમે સેક્યુલર છો. હું ક્યારેય કોઈ અન્ય ધર્મ વિશે કોઈ કમેન્ટ કરીશ નહીં, કેમ કે હું હિંદુ છું. હું એ જણાવવા માગુ છુ કે હું તમામ ધર્મોને પ્રેમ કરું છું.'
આ પણ વાંચો: ટ્રોલ થયા બાદ સીમીએ અભિષેકના બચાવની પોસ્ટ ડિલીટ કરી
મારો ટીકો, મારી પૂજા દરેક બાબતની મજાક બનાવવામાં આવી...
એકતા કપૂરે પોતાના ટ્રોલિંગ અંગે કહ્યું, 'હું પહેલા માથા પર ટીકો પહેરતી હતી. મારા પર અને મારા ટીકા પર એટલા જોક્સ બન્યા, પોતાના હિંદુ ધર્મને અપનાવીને ચાલવા પર, મારા કડા પર, મારી અંગૂઠીઓ પર કે ગ્રાન્ડના સમયે મંત્રોનો જાપ કરુ, જો હું મેડિટેશન કરું, પોતાના મંત્ર બોલૂં તો તેમાં જોક્સ... પૂજા પણ કરતા હતા તો સંતાઈને કરતા હતા. એકતા કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.