પીઢ અભિનેત્રી માલા સિંહાનો બાંદરાનો બંગલો વેચાઇ ગયો
- હવે તે પ્લોટ પર 22 માળનું બિલ્ડિંગ બાંધવામાં આવશે જેમાં અભિનેત્રીને બે માળ આપવામાં આવશે
મુંબઇ : પીઢ અભિનેત્રી માલાસિંહાનો બાંદરાનો આઇકોનિક બંગલો વેંચાઇ જતાં તે બાંદરાના એક ફ્લેટમાં રહેવા ગઇ છે.
મીડિયા રિપોર્ટના અનુસાર, માલાસિંહાના બંગલાને તોડી પાડીને એ જમીન પર બિલ્ડર ૨૨ માળનું બિલ્ડિંગ બાંધવાનો છે. આ બંગલો બાંદરાના ટર્નર રોડ પર આવેલો છે. થોડા મહિના પહેલા બિલ્ડરે આ બંગલો બિલ્ડેર તોડી પાડયો હતો. આ સ્થાને ૨૨ માળનું પલમેરા નામનું બિલ્ડિંગ બાંધવામાં આવશે.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આ સ્થળે બિલ્ડિંગનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આવતા ત્રણ-ચાર વરસમાં આ બિલ્ડિંગ તૈયાર થઇ જશે. આ બિલ્ડિંગમાં માલા સિંહાના પરિવારને બે માળ આપવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, ૮૬ વર્ષીય અભિનેત્રીની પુત્રી પ્રતિભા સિંહા આ બિલ્ડિંગના બાંધકામ પર નજર રાખી રહી છે, અને વારંવાર સાઇટ પર જોવા મળી રહી છે. માલાસિંહાએ ૧૯૫૨માં પોતાની ફિલ્મની કારકિર્દ શરૂ કરી હતી. તે ફિલ્મ પ્યાસાથી લોકપ્રિય થઇ હતી.
તેની ફિલ્મ ધૂલ કા ફૂલ અને ફિર સુબહ હોગી પણ વખણાઇ હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તે ૧૯૯૪ની ફિલ્મ ઝિદમાં જોવા મળી હતી. તેણે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.