અફેર્સની અફવા વચ્ચે વૈદાંગનો દાવો, ખુશી માત્ર મિત્ર છે
- આર્ચિઝના સહકલાકારો પ્રેમમાં હોવાની ચર્ચા
- આર્ચિઝની અન્ય જોડી અગત્સ્ય અને સુહાના વચ્ચે પણ ડેટિંગ ચાલતું હોવાનું કહેવાય છે
મુંબઇ : ખુશી કપૂર પોતાની માત્ર એક સારી મિત્ર જ છે તેવી સ્પષ્ટતા વૈદાંગ રૈનાએ કરી છે. 'આર્ચીઝ'ના સહકલાકારો ખુશી અને વૈદાંગ ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા લાંબા સમયતી છે. આ અફવા વિશે ખુશી મૌન છે પરંતુ વૈદાંગે પોતાના તરફથી સ્પષ્ટતા રજૂ કરી દીધી છે.
વેંદાગ રૈનાએ મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, હું અને ખુશી ક્લોઝ છીએ. મ્યુઝિકમાં અમારા બન્નેનો ઇન્ટરેસ્ટ એક સરથો જ છે. ખુશી અને હું ડેટિંગ નથી કરી રહ્યા. પરંતુ મારુ તેની સાથે બહુ સ્ટ્રોન્ગ બોન્ડ છે. અમે એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ અને અમે ઘણી બાબતો સાથે જોડાયેલાં છીએ.
વેદાંગે એમ પણ કહ્યુ ંહતું કે,હાલ તે સિંગલ છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પરિસ્થિતિ વળાંક લેશે તેવી આશા છે. ખુશીની બર્થ ડે પાર્ટીમાં પણ વેદાગ સામેલ થયો હતો. ઉપરાંત આ લંચમાં જાહ્નવી કપૂર સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહારિયા, ઓરી પણ સામેલ હતા.
દરમિયાન, 'આર્ચીઝ'ના અન્ય સહકલાકારો અગત્સ્ય નંદા અને સુહાના ખાન પણ ડેટ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ વિશે કોઈ કબૂલાત કરી નથી.
'આર્ચીઝ' ઓટીટી પર રીલીઝ થઈ હતી. જોકે, ફિલ્મની ટ્રીટમેન્ટ અને તમામ મુખ્ય કલાકારોના અતિશય કંગાળ અભિનયના કારણે આ ફિલ્મની ભારે ટીકાઓ થઈ છે. ફિલ્મ રીલીઝ થયા પછી ખુશી કપૂર હજુ પણ કોઈ મોટા પ્રોજેક્ટ માટે ફાંફા મારે છે. સુહાના તેના પિતા શાહરુખ ખાન સાથે એક ફિલ્મ કરી રહી છે. જ્યારે અગત્સ્યને પણ એક-બે પ્રોજેક્ટમાં કામ મળ્યું છે.