વરુણ ધવનની પત્ની નતાશા ટૂંક સમયમાં માતા બનશે

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
વરુણ ધવનની પત્ની નતાશા ટૂંક સમયમાં માતા બનશે 1 - image


વધુ એક બોલીવૂડ કપલને ત્યાં કિલકારી ગૂંજશે

ઋચા ચઢ્ઢા અને યામી ગૌતમે તાજેતરમાં પ્રેગનન્સીની જાહેરાત કરી છે

મુંબઈ: વરુણ ધવનની પત્ની નતાશા  પ્રેગનન્ટ છે. વરુણ ધવને સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આ ખુશી સમાચાર આપ્યા હતા. 

વરુણે પોતાનો અને નતાશાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમાં તે નતાશાના બેબી બમ્પને કિસ કરતો જણાય છે. 

વરુણ અને નતાશાનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં જાન્યુઆરી માસમાં જ થયાં હતાં. 

વરુણે આ પોસ્ટ કરતાં જ બોલીવૂડની સંખ્યાબંધ હસ્તીઓ તથા ચાહકોએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં. કરણ જોહરે તરતર જ આ પોસ્ટ અંગે ખુશી વ્યક્ત કરી હતી. 

બોલીવૂડમાં તાજેતરમાં ઋચા ચઢ્ઢાએ પણ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં 'આર્ટિકલ ૩૬૦' ફિલ્મના લોન્ચ વખતે નિર્માતા આદિત્ય ધરે પોતાની પત્ની અને એકટ્રેસ યામી ગૌતમ  પ્રેગનન્ટ હોવાનું કન્ફર્મ કર્યું હતું. 

અનુષ્કા શર્મા પણ બીજી વાર માતા બનવાની વાત લાંબા સમયથી ચર્ચાય છે. તાજેતરમાં એક ઉદ્યોગપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે અનુષ્કા લંડનમાં તેનાં બીજાં સંતાનને જન્મ આપવાની છે. જોકે, અનુષ્કા કે વિરાટ બેમાંથી કોઈએ પણ હજુ સુધી તેઓ બીજી વાર માતા પિતા બની રહ્યાં હોવાનું કન્ફર્મ કર્યું નથી.



Google NewsGoogle News