વરુણ ધવનની બેબી જોન પહેલા જ દિવસે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ
- પહેલા દિવસની કમાણી 12 કરોડ થઈ
- ફિલ્મના નબળા રિવ્યૂઃ 3 વીક પહેલાં રીલિઝ થયેલી પુષ્પા ટૂ નાતાલની રજામાં વધારે કમાઈ ગઈ
મુંબઇ : વરુમ ધવનની 'બેબી જોન'ને પહેલા દિવસે માંડ ૧૨ કરોડની કમાણી થઈ હતી. નબળા રિવ્યૂના કારણે ફિલ્મ નાતાલની રજાનો ધાર્યો લાભ લઈ શકી ન હતી. તેના કરતાં તો ત્રણ સપ્તાહ જુની 'પુષ્પા ટૂ'એ વધારે સારું કલેક્શન મેળવ્યું હતું. આ ફિલ્મ મૂળ વિજય થલપતિની 'થેરી'ની રીમેક છે. 'થેરી' હિંદીમાં પણ ઓનલાઈન ઉપલબ્ધ છે અને લોકો તેને જોઈ ચૂક્યા છે. આથી 'બેબી જોન' માટે લોકોને ખાસ કોઈ ઉત્સુકતા પણ નથી રહી.'બેબી જોન' ને એડવાન્સ બૂકિંગમાં માત્ર ૩.૫૨ કરોડની જ કમાણી થઈ હતી. ફિલ્મના વર્તુળોએ દાવો કર્યો હતો કે એડવાન્સ બૂકિંગ માટે ઓછા દિવસો મળ્યા હોવાથી કમાણી પર તેની અસર પડી છે.
'બેબી જોન'નું બજેટ ૧૮૫ કરોડનું છે. પરંતુ, ફિલ્મના રિવ્યૂ સારા નથી. આ ઉપરાંત વરુણ ધવનનો એવો કોઈ મોટો ફેન બેઝ પણ નથી કે તેના નામ પર ફિલ્મ ઊંચકાઈ શકે.