વરુણ ધવન-વામિકા ગબ્બીની નવી ફિલ્મનું ટાઈટલ બેબી જ્હોન
- સાઉથના ડાયરેક્ટર એટલીની એક્શન ફિલ્મ
- મૂળ તમિલ ફિલ્મની રિમેક દ્વારા કીર્તિ સુરેશ બોલીવૂડમાં ડેબ્યૂ કરશે
મુંબઇ : વરુણ ધવન તથા ઓટીટીની ટોચની સ્ટાર વામિકા ગબ્બીની ફિલ્મને 'બેબી જ્હોન' એવું નવું ટાઈટલ અપાયું છે.
આ ફિલ્મ દ્વારા સાઉથની જાણીતી હિરોઈન કિર્તી સુરેશ પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન સાઉથના ડાયરેક્ટર એટલીનું છે. એટલી એક્શન ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.
ફિલ્મનું શૂટિંગ 'વીડી ૧૮' એવાં કામચલાઉ નામ સાથે કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.
વરુણ ધવન તેના ફિલ્મ સર્જક પિતા ડેવિડ ધવનની પ્રતિષ્ઠાના કારણે સતત ફિલ્મો મેળવી રહ્યો છે પરંતુ તેને ખાસ સફળતા મળી નથી. બીજી તરફ વામિકા ગબ્બી ઓટીટીની દુનિયામાં અને કિર્તી સુરેશ સાઉથની ફિલ્મોમાં મોટી સ્ટાર ગણાય છે.