બેસ્ટ એક્ટર તરીકે પસંદગી થતાં વરુણ ધવન ખુદ નવાઈ પામ્યો

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
બેસ્ટ એક્ટર તરીકે પસંદગી થતાં વરુણ ધવન ખુદ નવાઈ પામ્યો 1 - image


રણબીર - સની દેઓલને બાજુએ મુકી વરુણને એવોર્ડ

વરુણ વધુ વટાણા વેરી નાખે તે પહેલાં નેહા ધુપિયાએ અટકાવવો પડયો

મુંબઇ: બોલીવૂડમાં અપાતા જુદા જુદા એવોર્ડઝની ચિત્રિવિચિત્ર પસંદગીઓ અને ધારાધોરણોનું પેપર વરુણ ધવને ફોડી નાખ્યું છે. તાજેતરમાં એક એવોર્ડ સમારોહમાં તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાતાં વરુણને ખુદને ભારે આંચકો લાગ્યો હતો. તેણે જ કહ્યું હતું કે આ બહુ મોટી નવાઈ છે. 

એક એવોર્ડ સમારોહમાં વરુણને 'બવાલ' ફિલ્મ માટે બેસ્ટ એવોર્ડનો એક્ટર અપાયો હતો. 'ગદ્દર ટૂ' માટે સની દેઓલ અને 'એનિમલ' માટે રણબીરને પણ બાજુ પર રાખીને પોતાને એવોર્ડ મળતાં વરુણ ધવન ખુદ આ વાત માની શક્યો ન હતો. 

વરુણે પોતાના આભાર દર્શનમાં જણાવ્યું હતું કે  નોમિનેશન જાહેર થયાં ત્યારે જ ટી સીરીઝના ભૂષણ કુમારે તેના કાનમાં ફૂંક મારી દીધી હતી કે તું આવ્યો છો એટલે તને જ એવોર્ડ મળવાનો છે.  


Google NewsGoogle News