વરુણ ધવન બન્યો પિતા, પત્ની નતાશા દલાલે પુત્રીને આપ્યો જન્મ, એક્ટરે વીડિયો શેર કરી ચાહકોનો માન્યો આભાર

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વરુણ ધવન બન્યો પિતા, પત્ની નતાશા દલાલે પુત્રીને આપ્યો જન્મ, એક્ટરે વીડિયો શેર કરી ચાહકોનો માન્યો આભાર 1 - image


Image Source: Twitter

Varun Dhawan Welcomed His First Child: બોલિવુડ એક્ટર વરુણ ધવન પિતા બની ગયો છે. એક્ટરની પત્ની નતાશા દલાલે 3 જૂન 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. સૌપ્રથમ વરુણ ધવનના પિતા ડેવિડ ધવને આ વાતની પુષ્ટિ કરી હતી. 

3 જૂન 2024ના રોજ નતાશા દલાલને લેબર પેઈન થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વરુણ ધવન પણ હોસ્પિટલની બહાર સ્પોટ થયો હતો. આ દરમિયાન વરુણના હાથમાં એક બેગ અને પાણીની બોટલ હતી.

એક્ટરે વીડિયો શેર કરી ચાહકોનો માન્યો આભાર

ધવન પરિવાર હાલમાં ખુશીથી ઝૂમી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વરુણના ચાહકો તેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે. હવે એક્ટરે પણ ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. વરુણ ધવન અને નતાશા પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. આ અવસર તેના માટે ખૂબ જ ખાસ છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા એક્ટરે લખ્યું કે, 'હમારી બિટિયા રાની કા આગમન હો ચૂકા હૈ'.

વરુણ ધવને આગળ લખ્યું કે, તમે પાઠવેલી તમામ શુભકામના માટે આભાર જે તમે માતા અને દીકરી માટે પાઠવી છે. ત્યારબાદ તેણે ઈશ્વરનો આભાર માનતા લખ્યું કે, 'હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સોશિયલ મીડિયા પર વરુણની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. 

વરુણ ધવને આપી હતી ગુડ ન્યૂઝ

વરુણ ધવને 18 ફેબ્રુઆરી 2024ના રોજ પત્ની નતાશાની પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ ચાહકો સાથે શેર કર્યા હતા. ફોટો શેર કરતા એક્ટરે લખ્યુ હતું કે, અમે પ્રેગનન્ટ છીએ. તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. 



Google NewsGoogle News