Get The App

વાણી જયરામ પોતાના નિવાસ્થાને મૃત અવસ્થામાં મળી

Updated: Feb 4th, 2023


Google NewsGoogle News
વાણી જયરામ પોતાના નિવાસ્થાને મૃત અવસ્થામાં મળી 1 - image


હમકો મન કી શક્તિ દેના અને મેરે તો ગિરધર ગોપાલ ગીતની ગાયિકા 

પોલીસના અનુસાર તેના માથા પર ઇજાના નિશાન પણ હતા

મુંબઇ: સાઉથની લોકપ્રિય સિગંર વાણી જયરામનું શનિવારે ચેન્નઇમાં નિધન થઇ ગયું છે. તે ૭૮ વરસની હતી. વાણી જયરામ પોતાના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી હતી. ૪ ફેબુ્રઆરીના રોજ તે ચેન્નઇના નુંગમબક્કમ સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી હતી. પોલીસના અનુસાર, તેના માથા પર ઇજાના નિશાન પણ હતા. એક વાત એવી પણ છે કે,વાણીને થોડા દિવસો પહેલા માથામાં ઇજા થઇ હતી અને તેને કારણે તેની તબિયત સારી નહોતી રહેતી. પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.તેના નિધનના સમાચાર સાંભળીને ફિલ્મજગતમાં શોકની લહેર દોડી ગઇ છે.  

વાણી જયરામે હાલમાં જ ઇન્ડસ્ટ્રીમાં સિંગર તરીકેના ૫૦ વરસ પુરા કર્યા હતા. તેણે ૧૮ ભારતીય ભાષાઓમાં ૧૦ હજારથી પણ વધુ ગીતો ગાયા હતા. તેનું ગાયેલું હમ કો મન કી શક્તિ દેના... ગીત આજે પણ લોકો ગણગણે છે.

વાણી જયરામને આ વરસે પદ્મ ભૂષણથી સમ્માનિત કરવાની હતી. વાણી જયરામે પોતાની કારકિર્દીમાં નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે.વાણી જયરામે પોતાની કારકિર્દીમાં અલગ-અલગ ઇન્ડસ્ટ્રીના ટોચના સંગીતકારો સાથે કામ કર્યું છે. તેણે એમએસ ઇલૈયારાજા,આરડી બર્મન, કેવી મહાદેવન, ઓપી  નૈય્યર અને મદન મોહત સહિત અન્ય જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું છે. 

પોતાની કારકિર્દી દરમિયાન તેણે ેે ચાર્ટબસ્ટર્સ ગીતો આપ્યા છે.વાણી જયરામે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિંદી, ઉર્દુ, મરાઠી, બંગાલી, ભોજપુરી, તુલુ અને ઉડિયામાં ઘણા ગીતો ગાયા છે. તેને તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરલ, ગુજરાત અને આડિશા રાજ્યોમાંથી પણ પુરસ્કાર મળ્યા છે. 

વાણીની અંગત જીવનની વાત કરીએ તો તેના પતિ  જયરામે તેને સંગીતની દુનિયામાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું  હતું. વાણીના લગ્ન સગીત સાથે સંકળાયેલા પરિવારમાં થયા હતા. તેની સાસુ સિંગર હતી. તેમજ તેની ભાભી એન. રાજન વાયોલિન વગાડે છે. ૧૯૬૯માં વાણી લગ્ન કરીને પતિ સાથે મુંબઇ શિફ્ટ થઇ ગઇ હતી. તે બેન્કમાં નોકરી કરતી હતી, તેમજ પતિએ તેને સંગીતમાં આગળ વધવા ઉત્સાહિત કરતા તે સંગીતની દુનિયામાં લોકપ્રિય થઇ ગઇ હતી.



Google NewsGoogle News