રણવીરની શક્તિમાનમાં વામિકા ગબ્બી હિરોઈન બનશે
- બેસિલ જોસેફને ફિલ્મનું સુકાન સોંપાયું
- હાલ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં, આગામી માર્ચથી શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ
મુંબઈ : રણવીર સિંહ ફિલ્મ 'શક્તિમાન'માં સુપરહીરોનું પાત્ર ભજવવાનો છે. તેની સાથે હિરોઈન તરીકે અભિનેત્રી વામિકા ગબ્બીનો સંપર્ક કરવામાં આવ્યો છે.આ ફિલ્મનું શૂટિંગ આગામી માર્ચમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મને ૨૦૨૬માં રીલિઝ કરવાની યોજના છે.
ફિલ્મ 'શક્તિમાન'નું દિગ્દર્શન બેસિલ જોસેફ કરવાનો છે. હાલ, ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મુકેશ ખન્ના 'શક્તિમાન' તરીકે રણવીરને કાસ્ટ કરવા સામે વાંધો ઉઠાવી ચૂક્યો છે. મૂળ ટીવી સિરિયલમાં 'શક્તિમાન'નું મુખ્ય પાત્ર મુકેશ ખન્નાએ ભજવ્યું હતું.