VIDEO: TV એક્ટ્રેસ સાથે થઈ મારામારી, ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચી એક્ટ્રેસ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
VIDEO: TV એક્ટ્રેસ સાથે થઈ મારામારી, ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચી એક્ટ્રેસ 1 - image


-  વૈષ્ણવી ધનરાજના ચેહરા અને શરીર પર ઈજાના અનેક નિશાન

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર

CID Actress Vaishnavi Dhanraj Abused By Family: TV એક્ટ્રેસ વૈષ્ણવી ધનરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક્ટ્રેસ મદદ માંગતી નજર આવી રહી છે. વૈષ્ણવી ધનરાજના ચેહરા અને શરીર પર ઈજાના અનેક નિશાન છે. વીડિયોમાં એક્ટ્રેસે જણાવ્યું કે, તેમની સાથે પરિવારજનોએ મારપીટ કરી છે. 

વૈષ્ણવી ધનરાજ ટીવીના અનેક મોટા શો નો હિસ્સો રહી ચૂકી છે. તે ક્રાઈમ ડ્રામા શો 'CID', 'તેરે ઈશ્ક મે ઘાયલ' અને 'બેપનાહ' જેવા પોપ્યુલર શો નો હિસ્સો રહી ચૂકી છે. 

પોલીસ સ્ટેશન પહોંચી એક્ટ્રેસ 

વૈષ્ણવી ધનરાજે પોતાનો એક વીડિયો જારી કરતા પોતાની સાથે થયેલી મારપીટ વિશે જણાવ્યું અને તમામને મદદ કરવા માટે વિનંતી કરી. એક્ટ્રેસે પોતાનો ચહેરો, હોઠ અને હાથ પર પહોંચેલી ઈજાના નિશાનો પણ કેમેરામાં બતાવ્યા છે. વૈષ્ણવી ધનરાજે જણાવ્યું કે, તેણે આ વીડિયો પોલીસ સ્ટેશનથી શૂટ કર્યો છે. 

એક્ટ્રેસ સાથે થઈ મારમારી

વૈષ્ણવી ધનરાજે વીડિયોમાં કહ્યું કે, નમસ્તે હું વૈષ્ણવી ધનરાજ છું. મને હાલમાં ખરેખર તમારી મદદની જરૂર છે. હાલમાં હું કાશીમીરા (મીરા રોડ) પોલીસ સ્ટેશનમાં છું અને મારી સાથે મારા પરિવારજનોએ મારપીટ કરી છે. મને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવી છે. પ્લીઝ મને તમારા બધાની મદદની જરૂર છે. મીડિયા, ન્યૂઝ ચેનલ અને ઈન્ડસ્ટ્રીના તમામ લોકો આવો અને મારી મદદ કરો. 

વૈષ્ણવી ધનરાજ આ અગાઉ પણ ફિઝિકલ વાયોલન્સનો શિકાર બની ચૂકી છે. એક્ટ્રેસને તેના લગ્નમાં ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો હતો. વૈષ્ણવી ધનરાજે વર્ષ 2016માં એક્ટર નીતિન શેરાવત સાથે લગ્ન કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે તે ઘરેલુ હિંસાનો શિકાર હતી અને તેથી તેણે ડિવોર્સ લઈ લીધા હતા.



Google NewsGoogle News