Get The App

તેલુગુ ફિલ્મના શૂટિંગ વખતે ફ્રેકચર થતાં ઉર્વશી રૌતેલા હોસ્પિટલમાં

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
તેલુગુ ફિલ્મના શૂટિંગ વખતે ફ્રેકચર થતાં ઉર્વશી રૌતેલા હોસ્પિટલમાં 1 - image


મુંબઈ : ઉર્વશી રૌતેલા ફિલ્મ એનબીકે ૧૦૯ ફિલ્મના શુટિંગ વખતે ઘાયલ થતાં તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

એક એકશન સીનના  શૂટિંગ વખતે ઉર્વશીને ફ્રેકચર થયું હતું.  તેને ફિલ્મના સેટ પરથી જ હૈદરાબાદની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

ઉર્વશી ઘાયલ થતાં આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ અસ્તવ્યસ્ત થઈ શકે છે. ફિલ્મને આ વર્ષના અંત સુધીમાં રીલિઝ કરી દેવાનું પ્લાનિંગ છે. જોકે, ઉર્વશીનો આ ફિલ્મમાં કેટલો મહત્વનો રોલ છે તે જાણવા મળ્યું નથી. જો હજુ તેનું વધુ શૂટિંગ બાકી હશે તો ફિલ્મનું સમગ્ર શિડ્યૂલ ખોરવાશે અને રીલિઝમાં પણ વિલંબ થશે. આ ફિલ્મનું હાલ ત્રીજા તબક્કાનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. 

આ ફિલ્મમાં ઉર્વશી સાથે નંદમૂરી બાલકૃષ્ણ, બોબી દેઓલ , દુલકિર સલમાન અને પ્રકાશ રાજ સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. 

બોબી કોલી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.


Google NewsGoogle News