ઉર્વશી રૌતેલાને સાઉથમાં પ્રજાલા મનીષી નામની ફિલ્મ મળી
- ઉર્વશીને બોલીવૂડમાં ખાસ કોઈ ગણકારતું નથી
- આ તેલુગુ ફિલ્મમાં રવિ તેજા તેનો હિરો હશેે , માત્ર ડાન્સ સોંગ નહીં પણ લાંબો રોલ હોવાનોે દાવો
મુંબઈ: સોશિયલ મીડિયા પર વધારે સક્રિય રહેતી ઉર્વશી રૌતેલાને સાઉથમાં 'પ્રજાલા મનીષી' નામની વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં રવિ તેજા તેનો હિરો હશે.
ઉર્વશી આ અગાઉ સાઉથના અનેક હિરો સાથે ફિલ્મો કરી ચૂકી છે. પરંતુ, મોટાભાગની ફિલ્મોમાં તેનું કામ માત્ર એકાદ ડાન્સ સોંગ અને બે-ચાર સીન્સ પુરતું જ મર્યાદિત હોય છે.
જોકે, આ વખતે એવો દાવો થઈ રહ્યો છે કે આ નવી ફિલ્મમાં ઉર્વશી લાંબી અને મહત્વની ભૂમિકા ભજવવાની છે.
ઉર્વશી હાલ નંદમૂરી બાલકૃષ્ણ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મના સેટ પર એક્શન સીન કરવા જતાં તેને ફ્રેકચર થયું હતું. આથી, તેને હોસ્પિટલ ખસેડાઈ હતી.