મારા નામનું મંદિર છે - બૉલિવૂડ અભિનેત્રીના નિવેદનથી હોબાળો, સંતોએ કહ્યું માફી માંગો
Urvashi Rautela Controversy: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર વિવાદમાં આવી છે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યુમાં ઉત્તરાખંડના એક મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે હાલ વિવાદ થઈ રહ્યો છે. ઉર્વશીએ બદ્રીનાથ ધામ પાસે આવેલા ઉર્વશી મંદિરને લઈને કહ્યું હતું કે, મારા નામનું મંદિર છે...'. આ નિવેદનના કારણે સમગ્ર તીર્થ-પુરોહિત સમાજ ટીકા કરી રહ્યું છે.
શું કહ્યું હતું ઉર્વશી રૌતેલાએ?
ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'ઉત્તરાખંડમાં પહેલાંથી જ મારા નામનું મંદિર છે. ઉર્વશી મંદિર. તમે બદ્રીનાથ મંદિરે દર્શન કરવા જશો તો તેની એકદમ બાજુમાં મારા નામનું ઉર્વશી મંદિર છે. મારી ઈચ્છા છે કે, સાઉથમાં જેમ સુપરસ્ટાર્સના મંદિર છે. તો સાઉથમાં એવું કંઈક મારા ફેન્સ માટે થાય અને મારા નામનું મંદિર બને.'
મહા પંચાયતે કરી કાર્યવાહીની માંગ
એક્ટ્રેસ રૌતેલાનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. નિવેદનને લઈને લોકો વિવિધ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે. ઉર્વશીના વિવાદિત નિવેદન પર ઉત્તરાખંડ ચારધામ તીર્થ પુરોહિત મહા પંચાયતે વાંધો ઉઠાવ્યો છે. મહા પંચાયતે ચેતવણી આપી છે કે, એક્ટ્રેસ પોતાના નિવેદનને લઈને માફી નહીં માંગે, તો તેની સામે કેસ દાખલ કરવામાં આવશે. મહા પંચાયતે સરકાર સામે આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સિવાય મહાપંચાયતે કહ્યું કે, ઉર્વશી મંદિર બદ્રીનાથની પાસે આવેલું છે, આ મંદિર આ વિસ્તારની અધિષ્ઠાત્રી દેવી છે.
સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા અપાયું નિવેદન
ઉત્તરાખંડ ચારધામ તીર્થ મહા પંચાયતના પ્રવક્તા અનુરૂદ્ધ પ્રસાદ ઉનિયાલે નિવેદન આપીને કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે કે, અમુક લોકો દ્વારા સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આનાથી લોકો વચ્ચે ખોટો સંદેશ જાય છે. એક્ટ્રેસ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી રહી છે અને તે ઈચ્છે છે કે, તેમના નામ પર દક્ષિણ ભારતમાં મંદિર બને તો દક્ષિણ સિનેમામાં એવું કંઈક કામ કરે જેનાથી તેનું પણ મંદિર બને.
ઉર્વશીની માતાએ કરી સ્પષ્ટતા
ઉર્વશી રૌતેલાએ બદ્રીનાથમાં મંદિરને લઈને આપેલા એક ઈન્ટરવ્યુને લઈને તેની માતા મીરા રૌતેલાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, 'ઉર્વશી આ ઈન્ટરવ્યુમાં કહેવા ઈચ્છે છે કે, બદ્રીનાથમાં સ્વર્ગની અપ્સરા ઉર્વશીનું એક મંદિર છે, કારણ કે તેનું નામ પણ ઉર્વશી છે.