VIDEO : ઉર્વશી રૌતેલા બની વિકેટકીપર, લોકોએ કહ્યું- ઋષભ પંતનું લાઈટ વર્ઝન

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
VIDEO : ઉર્વશી રૌતેલા બની વિકેટકીપર, લોકોએ કહ્યું- ઋષભ પંતનું લાઈટ વર્ઝન 1 - image


                                                       Image Source: Instagram

મુંબઈ, તા. 02 નવેમ્બર 2023 ગુરૂવાર

બોલીવુડની ફેમસ અભિનેત્રીઓ વિશે ચર્ચા કરવામાં આવે તો તેમાં ઉર્વશી રૌતેલાનું નામ જરૂર સામેલ થાય છે. પોતાના બેબાક અંદાજ માટે ઉર્વશી ખૂબ જાણીતી છે. ક્રિકેટ સાથે ઉર્વશી રૌતેલાનો જૂનો સંબંધ છે, ઘણી વખત ક્રિકેટ સંબંધિત કંઈકને કંઈક ટોપિકને લઈને એક્ટ્રેસ ચર્ચામાં રહે છે.

આ દરમિયાન ઉર્વશી રૌતેલાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. જેમાં ઉર્વશી ક્રિકેટ રમતા નજર આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વીડિયોને લઈને ચાહકો હવે તેમને ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની યાદ અપાવી રહ્યા છે.

વિકેટ કીપર બનીને મેદાન પર ઉતરી ઉર્વશી રૌતેલા

બુધવારે ઉર્વશી રૌતેલાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વ્હાઈટ ક્રિકેટ કિટ પહેરીને ઉર્વશી મેદાન પર ક્રિકેટ રમતી નજર આવી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ બેટિંગ પેડ અને ગ્લવ્ઝ પહેરીને વિકેટ કીપિંગ કરતી જોવા મળી રહી છે. ઉર્વશી રૌતેલાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ- મારી નવી ફિલ્મની શરૂઆત.

આ વીડિયોના કારણે ઉર્વશી રૌતેલાનું નામ એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયુ છે અને લોકો તેમને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની યાદ અપાવી રહ્યા છે. એક યૂઝરે ઉર્વશીના આ વીડિયો પર કમેન્ટ કરી લખ્યુ છે- પંતની થાળીમાં છિદ્ર, બીજા યૂઝરે લખ્યુ છે- ટીમ ઈન્ડિયામાં ક્યારે રમતી નજર આવશે મેમ. એક અન્યએ લખ્યુ છે- ઋષભ પંત લાઈટ વર્ઝન. આ સિવાય ઘણા યુઝર્સ એવા છે જે બેટિંગ ગ્લવ્ઝમાં ઉર્વશી રૌતેલાને કીપિંગ કરતા જોઈને, તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પંતને લઈને ચર્ચામાં રહ્યુ ઉર્વશીનું નામ

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાને લઈને ચર્ચાઓનું બજાર ખૂબ ગરમ રહ્યુ છે. ઈન્ટરવ્યૂમાં ઉર્વશીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે આરપી મને મળવા માટે કલાકો સુધી રાહ જોતા રહ્યા. જેની તાત્કાલિક બાદ ઋષભ પંતે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યુ હતુ કે મારો પીછો છોડી દે બહેન અને મિનિટોમાં પંતે તેને ડિલીટ કરી દીધો ત્યારથી લઈને ઘણી વખત ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતનું નામ જોડાઈ રહ્યુ છે.


Google NewsGoogle News