Get The App

'છમ્મા છમ્મા' ગર્લ તરીકે જાણીતી અભિનેત્રીના 8 વર્ષોના સંબંધનો અંત, કરી છુટાછેડાંની અરજી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
urmila matondkar  and mohsin-akhtar-mir


Urmila Matondkar Divorce: બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હવે ઉર્મિલા વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તેણે છુટાછેડાં માટે અરજી કરી છે. ઉર્મિલાએ કાશ્મીરના બિઝનેસમેન અને મોડલ મોહસિન અખ્તર મીર સાથેના તેના 8 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ મુંબઈ કોર્ટના એક સૂત્રએ જણાવ્યું કે વર્ષ 2016માં લગ્ન કરનાર ઉર્મિલાએ કોર્ટમાં છુટાછેડાંની અરજી કરી છે.

છુટાછેડાંનું કારણ સામે નથી આવ્યું 

ઉર્મિલા મોહસિન અખ્તર મીરના છુટાછેડાં બાબતે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેના છુટાછેડાં પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા. જો કે અભિનેત્રીએ પોતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. રિપોર્ટમાં સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઉર્મિલાએ ખૂબ વિચાર કર્યા પછી મોહસિન સાથેના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. તેણે અગાઉ કોર્ટમાં છુટાછેડાં માટે અરજી કરી છે. જો કે છુટાછેડાંનું કારણ હજુ જાણી શકાયું નથી.

કોણ છે મોહસિન અખ્તર મીર?

મોહસિન અખ્તર મીર કાશ્મીરનો એક બિઝનેસમેન અને મોડલ છે. 21 વર્ષની ઉંમરે તે કાશ્મીરથી મુંબઈ આવ્યો હતો. તેનું સપનું બોલિવૂડમાં અભિનય કરવાનું હતું. તેણે 2009માં આવેલી ફિલ્મ 'ઈટ્સ અ મેન્સ વર્લ્ડ'થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે 'લક બાય ચાન્સ', 'મુંબઈ મસ્ત કલંદર' અને 'બીએ પાસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. બાદમાં તેણે એક્ટિંગ છોડીને બિઝનેસની દુનિયામાં રહેવાનો નિર્ણય કર્યો. રિપોર્ટ્સ અનુસાર, મોહસિન મનીષ મલ્હોત્રાના લેબલ સાથે જોડાયેલો છે.

આ પણ વાંચો: વીરઝારા 20 વર્ષે રી રીલિઝ થઈ તો પણ 100 કરોડ કમાઈ

ઉર્મિલા માતોંડકરે 2016માં લગ્ન કર્યા હતા

ઉર્મિલા અને મોહસિને 4 ફેબ્રુઆરી, 2016ના રોજ લગ્ન કર્યા હતા. તે સમયે, બંને અલગ અલગ ધર્મના હોવા ઉપરાંત બંને વચ્ચે 10 વર્ષનો તફાવત હોવાને કારણે પણ ખૂબ જ ચર્ચા થઈ હતી. મોહસિન અને ઉર્મિલા પહેલીવાર 2014માં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્નમાં મળ્યા હતા. આ પછી બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. 

'છમ્મા છમ્મા' ગર્લ તરીકે જાણીતી અભિનેત્રીના 8 વર્ષોના સંબંધનો અંત, કરી છુટાછેડાંની અરજી 2 - image


Google NewsGoogle News