Video: રંગબેરંગી પથ્થરથી બનેલો ડ્રેસ પહેરી ઉર્ફી જાવેદ ફરી એકવખત ચર્ચામાં
મુંબઈ, તા. 20 ઓગસ્ટ 2022 શનિવાર
અભિનેત્રી ઉર્ફી જાવેદ હંમેશા પોતાની અનોખી ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદના ફોટો અને વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમને ફેન્સ ખૂબ પસંદ કરે છે તો અમુકવાર તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે. ઘણીવાર ઉર્ફીની પોસ્ટ પર ખરાબ કમેન્ટ્સ પણ કરવામાં આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે. દરમિયાન ઉર્ફીએ આવા જ એક ટ્રોલર્સના કમેન્ટથી પ્રેરિત થઈને ફરીથી કંઈક અલગ કરીને બતાવ્યુ છે.
શુ છે ઉર્ફીની પોસ્ટ
ઉર્ફી જાવેદએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ પહેલા નોર્મલ કપડામાં જોવા મળી છે અને નીચે એક કમેન્ટનો સ્ક્રીનશોટ છે. જેની પર લખ્યુ છે- 'આને પથ્થરથી મારવી જોઈએ'. જે બાદ ટ્રાન્ઝિશનથી જોવા મળે છે કે ઉર્ફીએ નાના-નાના ચમકદાર અને અલગ-અલગ રંગના પથ્થરોથી બનેલો ડ્રેસ પહેર્યો છે. ઉર્ફી આ અંદાજમાં ખૂબ સ્ટાઈલિશ જોવા મળી રહી છે.
શુ છે ઉર્ફીનુ કેપ્શન
ઉર્ફીએ આ વીડિયોને શેર કરતા એક કેપ્શન પણ લખ્યુ છે. ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયોના કેપ્શનમાં લખ્યુ, 'હા, આ કમેન્ટે મને આવુ કરવા માટે પ્રેરિત કરી, મારી ઉપર આરોપ ના લગાડતા, આ કમેન્ટ પર આરોપ લગાવો'. ઉર્ફીના આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને એકવખત ફરી ઉર્ફી ચર્ચામાં આવી છે. ઉર્ફીના પોસ્ટ પર અમુક સેલેબ્સે પણ કમેન્ટ કરી છે.