Get The App

પુષ્પા ટૂમાં અલ્લુ અર્જુનના કાલી અવતાર સામે હરિયાણામાં બબાલ

Updated: Nov 23rd, 2024


Google News
Google News
પુષ્પા ટૂમાં અલ્લુ અર્જુનના કાલી અવતાર સામે હરિયાણામાં બબાલ 1 - image


- ફિલ્મના બહિષ્કારની પણ ચિમકી

- હરિયાણામાં પોલીસ ફરિયાદ પણ થઈ, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડયાનો આરોપ

મુંબઇ : 'પુષ્પા ટૂ'ના ટ્રેલરમાં  અલ્લુ અર્જુનને કાલી અવતારમાં દર્શાવાતાં આ મુદ્દે ફિલ્મ સામે હરિયાણામાં પોલીસ ફરિયાદ થઈ છે અને ફિલ્મ બહિષ્કારની પણ ચિમકી અપાઈ છે. 

  ફિલ્મના ટ્રેલરમાં અલ્લુ અર્જુન  અર્ધનારીશ્વરના રૂપમાં જોવા મળી રહ્યો છે અને સાથે માતા કાલીની તસવીર પણ જોવા મળી રહી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં   ફિલ્મમાંથી માતા કાલી અને અલ્લુ અર્જુનના અર્ધનારીશ્વર વાળા દ્રશ્યને દૂર કરવાની માંગણી  કરી છે. 

 હરિયાણાાના ગિસાર સ્થિત એક ગામના પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરવામાં ાવી છે. ફરિયાદમાં ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાડવામાંઆવ્યો છે. 

Tags :
HaryanaPushpa-2

Google News
Google News