Get The App

'કપિલ શર્મા અને કૃષ્ણા વચ્ચે હું પીસાઈ...' ઉપાસના સિંહે શૉ છોડવા અંગે કર્યો ખુલાસો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
Upasana Singh


Upasana Singh On Leaving Kapil Sharma Show: ઉપાસના સિંહે કપિલ શર્માના શૉ 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માં 'પિંકી બુઆ'ની ભૂમિકા ભજવીને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. પરંતુ જ્યારે કપિલે કલર્સ છોડીને સોનીમાં પોતાનો શૉ શરુ કર્યો ત્યારે ઉપાસના કપિલના શૉમાંથી બહાર થઇ ગઈ હતી અને કૃષ્ણા અભિષેકના કોમેડી શૉનો ભાગ બની ગઈ હતી. તેના શૉ છોડવા પાછળનું કારણ હવે સામે આવ્યું છે. 

કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચેના વિવાદ વચ્ચે હું પીસાઈ

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ઉપાસનાએ ખુલાસો કર્યો છે કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચેના વિવાદ વચ્ચે તે પીસાઈ ગઈ હતી. તેણે કહ્યું- 'અમારો શૉ 28 વર્ષ સુધી નંબર 1 પર રહ્યો અને બહુ ઓછા લોકોએ આવો શૉ આપ્યો. એક સમય એવો આવ્યો જ્યારે મારે કંઈ કરવાનું નહોતું. ઘણા લોકો કહે છે કે ઝઘડાના કારણે મેં શૉ છોડી દીધો હતો. પરંતુ મારા તેની સાથે ખૂબ સારા સંબંધો છે, કોઈ ઝઘડો નથી.'

મારો કોન્ટ્રાક્ટ કલર્સ સાથે હતો

ઉપાસનાએ કહ્યું- 'મેં કપિલને કહ્યું હતું કે શૉ હવે જેવો હતો તેવો નથી રહ્યો, મને પહેલા શૉ કરવામાં મજા આવતી હતી. તો ક્યારેક હું માત્ર બે લીટી બોલું છું. તેથી મેં કપિલને કહ્યું કે મારા પાત્ર પર ધ્યાન આપો તે સમયે કપિલ તેની ફિલ્મોમાં હીરો તરીકે પોતાનો હાથ અજમાવી રહ્યો હતો. તે મને કહેતો હતો કે જો હું આ પરેશાનીઓમાંથી બહાર આવી શકું તો હું કરીશ. આ દરમિયાન કલર્સનો કપિલ સાથે થોડો વિવાદ થયો હતો, આથી કપિલે કલર્સ છોડી દીધું અને મારો કોન્ટ્રાક્ટ કલર્સ સાથે હતો. કપિલ કે તેની ટીમ સાથે મારો કોઈ કોન્ટ્રાક્ટ નહોતો.'

મેકર્સ ઉપાસનાની પંચલાઈન કાપતા હતા!

અભિનેત્રીએ આ અંગે વધુમાં કહ્યું કે, 'જ્યારે કપિલે કલર્સ છોડીને સોનીમાં શૉ શરુ કર્યો ત્યારે કલર્સે મને કહ્યું કે અમારો તમારી સાથે કોન્ટ્રાક્ટ છે. આથી જ્યાં સુધી આપણો કોન્ટ્રાક્ટ પૂરો ન થાય ત્યાં સુધી તમે આ ચેનલ ન છોડી શકો, અમે ટૂંક સમયમાં જ કૃષ્ણાનો એક શૉ લાવી રહ્યા છીએ, તમે કોન્ટ્રાક્ટ પૂરો ન થાય ત્યાં સુધી એ શૉમાં કામ કરો. હવે બે અલગ-અલગ ટીમો હતી, તેથી હું ત્યાં કમ્ફર્ટેબલ નહતી. કપિલ અને કૃષ્ણાની ટીમમાં થોડો તણાવ હતો. હું જ્યારે પણ સેટ પર પહોંચતી ત્યારે લોકો વાત કરવાનું બંધ કરી દેતા, મારી પાસે કોઈ પંચલાઈન હોય તો ઘણા લોકો તેને કાપી નાખતા. હું કોઈનું નામ લેવા માંગતી નથી. ત્યારે વિવાદ થયો અને મેં શૉ છોડી દીધો.' 

'કપિલ શર્મા અને કૃષ્ણા વચ્ચે હું પીસાઈ...' ઉપાસના સિંહે શૉ છોડવા અંગે કર્યો ખુલાસો 2 - image


Google NewsGoogle News