આખરે માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર અબુ સલેમ શાહરુખને શા માટે મારવા માંગતો હતો?
નવી મુંબઇ,તા. 7 સપ્ટેમ્બર 2022, બુધવાર
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન એવા કલાકારોમાંથી એક છે જેમને 1990ના દાયકામાં અંડરવર્લ્ડ ગેંગસ્ટર તરફથી ધમકીઓ મળી હતી. એક અહેવાલ પ્રમાણે જ્યારે શાહરૂખ 1990ના દાયકામાં તેની કારકિર્દીની પીક પર હતા ત્યારે તે ગુલશન કુમારની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર અબુ સલેમના નિશાના પર પણ હતા.
અહેવાલો અનુસાર અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ શાહરૂખ દ્વારા તેના મુસ્લિમ નિર્દેશક મિત્રની એક ફિલ્મને નકારો કરવાથી નારાજ હતો. આ બાબતને લઇને અબુ સલેમે શાહરૂખને ફોન કરીને ધમકી પણ આપી હતી.
મળતી માહિતી પ્રમાણે 'અબુ સલેમે જ્યારે શાહરુખ ખાનને કોલ કર્યો ત્યારે શાહરુખને પૂછ્યું, આ શું ચાલી રહ્યું છે? અભિનેતાએ જવાબ આપ્યો, "કોણ છે?"
કિંગ ખાનની આ પ્રકારની પ્રતિક્રિયાથી સલેમ ખુશ નહોતો અને આ સાંભળીને તેણે શાહરૂખને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. અભિનેતા શાહરૂખે અબુ સલેમને પૂછ્યું, 'સર, શું સમસ્યા છે?' ગેંગસ્ટરે તેને કહ્યું કે તે ખુશ નથી કારણકે તેણે મુસ્લિમ ફિલ્મ નિર્માતાની ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. તારી પાસે અપેક્ષા નહોતી કે તું પોતાની બિરાદરીના લોકોને સપોર્ટ અને પ્રમોટ નહિ કરે.
આટલું જ નહી આ કોલમાં અબૂ સલેમે શાહરુખને કહ્યું કે, લોકો કહે છે કે, તુ ઘમંડી છે પણ તુ તો શરીફ છે, હાલ પોલીસની જરુર નથી, હું હાલ તને નહીં મારુ.
આટલું જ કહ્યાં બાદ અબુ સલેમે શાહરુખ ખાનને કોલ કરવાનું શરુ કરી દીધુ, કહેવાય છે કે, અબુ સલેમ શાહરુખ ખાનને સલાહ આપતા હતા,કે તેમણે કઇ ફિલ્મો કરવી જોઇએ.
શાહરુખ ખાને આ વિશે વાત કરતાં કહ્યું કે, તે મને કહેતો હતો, કે તે મને જોઇ શકે છે, જે મારા માટે ડરામણુ અને તણાવભર્યું હતુ.
શાહરુખ ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેમણે અબુ સલેમને પ્રેમથી વાત કરવાની સલાહ પણ આપી હતી,આટલું જ નહી શાહરુખની સાથે થયેલા આ અનુભવનું વર્ણન અનુપમા ચોપડાની બુક ‘King of Bollywood: Shah Rukh Khan and the Seductive World of Indian Cinema માં પણ કરવામાં આવ્યુ છે.