Get The App

આશિકી થ્રી અંગે અનિશ્ચિતતા તૃપ્તિ ડિમરીએ ફિલ્મ છોડી

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
આશિકી થ્રી અંગે અનિશ્ચિતતા તૃપ્તિ ડિમરીએ ફિલ્મ છોડી 1 - image


- ફ્રેશ ફેસની જરુરમાં તૃપ્તિ ફિટ થાય તેમ ન હતી

- ફ્રેન્ચાઈઝી બાબતે કાનૂની વિવાદઃ કાર્તિક પણ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો

મુંબઇ : કાર્તિક આર્યનની 'આશિકી થ્રી' અંગે અનિશ્ચિતતાનાં વાદળો સર્જાયાં છે. તૃપ્તિ ડિમરીએ પણ આ  અનિશ્ચિતતાના કારણે ફિલ્મ છોડી દીધી છે. જ્યારે કાર્તિક આર્યન પણ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો છે. 

આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી બાબતે કાનૂની વિવાદ શરુ થયો હતો. કાર્તિક આર્યને પોતે 'આશિકી થ્રી'માં કામ કરી રહ્યો હોવાની એકપક્ષી જાહેરાત કરી દીધી હતી. આ ફિલ્મમાં ટી સીરિઝ સહ નિર્માતા હોવાનું જણાવાયું હતું. જોકે, બાદમાં ફ્રેન્ચાઈઝીના મૂળ માલિક મુકેશ ભટ્ટે જાહેર નોટિસ દ્વારા જણાવ્યું હતું કે પોતે 'આશિકી' ફ્રેન્ચાઈઝીના હક્કો કોઈને  વેચ્યા જ નથી. ફિલ્મના કાસ્ટિંગ અંગે અટકળો શરુ થઈ હતી. તૃપ્તિ ડિમરી હિરોઈન બનશે તેવી વાતો હતી. પરંતુ, 'આશિકી'ની પાછલી બે ફ્રેન્ચાઈઝીની જેમ આ વખતે પણ સર્જકો પ્રમાણમાં ફ્રેશ હોય તેવી અભિનેત્રીને શોધતા હતા. જોકે, ત્યાં સુધીમાં તો તૃપ્તિ 'એનિમલ' સહિતની ફિલ્મોના કારણે બહુ જાણીતી બની ચૂકી હતી. 

હવે કાર્તિક આર્યન પણ અનુરાગ બસુની રોમાન્ટિક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તે પછી તે કરણ જોહરની ફિલ્મનું શૂટિંગ ચાલુ કરવાનો છે. 

આ સંજોગોમાં હજુ કેટલાક સમય સુધી 'આશિકી થ્રી' આગળ વધશે કે કેમ તે અનિશ્ચિત બની ગયું છે.


Google NewsGoogle News