રિજેક્શનની પીડા સહન ના થઇ, 36 કલાક સુધી રડતી રહી, અભિનેત્રીએ કહ્યું - મને બહુ ખરાબ લાગ્યું
Sargun Mehta Interview: ટીવી અને પંજાબી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સરગુન મહેતા હાલમાં ખૂબ ચર્ચામાં છે. અને તેની 'લવલી લોલા' અને 'દિલ કો રફૂ કર લે' નામની 2 ડ્રામા સિરીઝ યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ છે. અભિનેત્રીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાની જર્ની વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, હું આજે જે મુકામ પર પહોંચી છું, ત્યાં સુધી પહોંચવા માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
આ પણ વાંચો: સંધ્યા થિયેટર નાસભાગ કેસ: અલ્લુ અર્જુનના જામીન યથાવત, આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ
મને એટલો આઘાત લાગ્યો હતો કે, હું 36 કલાક સુધી રડી
સરગુને જણાવ્યું કે, કરિયરના શરૂઆતી તબક્કામાં તેને ઘણા રિજેક્શન મળ્યા હતા. કેટલાક કિસ્સામાં તો કહ્યા વગર જ મને રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે. જેનાથી મને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે કહ્યું કે, 'એક શો હતો જેમાં છેલ્લી ઘડીએ મારી બદલી કરવામાં આવી હતી. અને તે પણ મને કહ્યા વગર. તેનો મને એટલો આઘાત લાગ્યો હતો કે, હું 36 કલાક સુધી રડી. મને સમજણ જ પડી કે તેમણે આવું શા માટે કર્યું.
આ પણ વાંચો: પાલતું શ્વાનના મોત પર જાણીતી અભિનેત્રી આઘાત પામી, કહ્યું - હવે મારા જીવનનો કોઈ અર્થ નથી
જે થયું તે સારા માટે થયું
નવાઈની વાત તો એ હતી કે, તેઓએ મને તેનું કારણ પણ ન જણાવ્યું. મેં તેમને પૂછ્યું કે, તેઓએ કરાર પર હસ્તાક્ષર પણ કેમ કરાવ્યા નથી. ત્યારે તેમણે કહ્યું કે હા, અમે તે નથી કરી રહ્યા. એ પ્રોજેક્ટ માટે મેં 6 મહિના સુધી સખત મહેનત કરી હતી. મેં વિચાર્યું કે આવું કેવી રીતે થઈ શકે. મને રિપ્લેસ કરવામાં આવી અને પછી તેમનો શો પણ ન ચાલ્યો. આ વાત પછી મને સંતુષ્ટ થયો. પછી મને સમજાયું કે, જે થાય છે તે સારા માટે જ થાય છે. તે સમયે એવું લાગ્યું કે કેમ આવું થયું, પણ પછી તેનું મહત્ત્વ સમજાય છે. એવુ લાગ્યું કે, જે થયું તે સારા માટે થયું.