Get The App

ઉદિત નારાયણની પહેલી પત્નીએ કોર્ટમાં કહ્યું- લગ્ન પછી કોઈ અધિકાર ન મળ્યા, સાથે રહેવા માંગુ છું

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
ઉદિત નારાયણની પહેલી પત્નીએ કોર્ટમાં કહ્યું- લગ્ન પછી કોઈ અધિકાર ન મળ્યા, સાથે રહેવા માંગુ છું 1 - image


Playback singer Udit Narayan : જાણીતા પ્લેબેક સિંગર ઉદિત નારાયણ ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં તેઓ શુક્રવારે સુપૌલ ફેમિલી કોર્ટમાં હાજર થયા હતા. ઉદિત નારાયણની પહેલી પત્ની રંજના નારાયણ ઝાએ 2022માં દાંપત્યજીવન વળતર માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં સિંગર કોર્ટની સુનાવણીમાં હાજર રહેતા ન હતા, જેના કારણે કોર્ટ તેમના પર દંડ ફરકાર્યો છે. 

આ પણ વાંચો:  ખુદને ગર્વથી હિન્દુ કે ભારતીય કહીએ 'અંધભક્ત', PMના વખાણ કરો તો...: પ્રીતિ ઝિન્ટાને કેમ આવ્યો ગુસ્સો?

નવા વિવાદમાં ફસાયા સિંગર ઉદિત નારાયણ 

ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસ રાહુલ ઉપાધ્યાયે ઉદિત નારાયણને 28 જાન્યુઆરી, 2025 સુધીમાં પોતાનો જવાબ આપવા માટે છેલ્લી તક આપી હતી. રંજનાના વકીલ અજય કુમારનું કહેવું છે કે, 'તેમના ક્લાયન્ટને કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને તેમને આશા છે કે તેમના અધિકારોની રક્ષા થશે.' રંજના નારાયણ ઝાએ કહ્યું કે, 'હું મારા પતિ સાથે રહેવા માંગું છું. મારી ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે હું તેમની સાથે જીવન વિતાવવા માંગું છું.'

સાથે રહેવા માંગે છે ઉદિતની પહેલી પત્ની

ઉદિત નારાયણની પહેલી પત્નીને એવો પણ આરોપ લગાવ્યો કે, જ્યારે પણ તે મુંબઈમાં ઉદિત નારાયણને મળવા જાય છે, ત્યારે તેમની પાછળ ગુંડાઓ લગાવી દેવામાં આવે છે. કોર્ટમાં હાજર થયા બાદ રંજનાએ કહ્યું કે, આજે કોર્ટમાં ઉદિત નારાયણજીએ સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો છે અને તેમણે કેસ લડવાની વાત કરી છે. રંજના ઝાએ કહ્યું કે, 'લગ્ન પછી અત્યાર સુધી ક્યારેય તેમને પત્નીનો દરજ્જો મળ્યો નથી, અને તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી. તેમણે કોર્ટ પાસેથી ન્યાયની આશા વ્યક્ત કરી છે.

ઉદિત નારાયણે બે વાર કર્યા છે લગ્ન

સિંગરે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ રિએક્શન આપ્યું નથી. 2006માં રંજનાએ ઉદિતની પહેલી પત્ની હોવાનો દાવો કર્યો હતો. ગાયકે શરૂઆતમાં આ વાતનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછીથી તેમણે પોતાની પહેલી પત્ની માનીને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનું વચન આપ્યું હતું. પરંતુ આ વિવાદે હવે એક નવો વળાંક લીધો છે. પહેલી પત્ની ગાયક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે.

આ પણ વાંચો:  હિન્દી સિનેમા જગતની એ માતા જેણે તેના પિતાના અંતિમ શ્વાસ સુધી ચહેરો પણ જોયો નહોતો

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઉદિત નારાયણની બીજી પત્નીનું નામ દીપા ગહતરાજ છે. અને ઉદિતનો દીપા સાથેનો અફેર તેના પહેલા લગ્ન દરમિયાન શરૂ થયો હતો. તેમણે 1985 માં બીજા લગ્ન કર્યા. આ સંબંધથી તેમને એક પુત્ર જન્મયો હતો,જેનું નામ આદિત્ય નારાયણ છે, તે વ્યવસાયે ગાયક પણ છે.


Google NewsGoogle News