ઉદિત નારાયણે ચાલુ શોમાં મહિલા ફેન્સને કરી કીસ, વીડિયો વાયરલ થતાં વિવાદ
Udit Narayan Viral Video: બૉલીવુડ સિંગર ઉદિત નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તે એક મહિલા ફેન્સના હોઠ પર કીસ કરતાં જોવા મળ્યા છે. આ સાથે જ કેટલીક અન્ય મહિલાઓના ગાલ પર કીસ કરતાં જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ સિંગરને ટ્રોલ કરી રહ્યા છે.
જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં સિંગર ઉદિત નારાયણ ટિપ-ટિપ બરસા પાની વાળા ગીત પર પરફોર્મ કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા માટે પહોંચી ત્યારે મહિલાઓ સાથે સેલ્ફી લેતી વખતે ઉદિત નારાયણે તેના હોઠ પર કીસ કરી લીધી હતી.
ત્યારબાદ ઘણી મહિલાઓએ સેલ્ફી લેવા માટે ત્યાં પહોંચી તો ઉદિત નારાયણે તેમના ગાલ પર પણ કીસ કરી હતી. કીસ કરવાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે.
આ સમગ્ર મામલે હવે ઉદિત નારાયણે મૌન તોડતાં એક ઇન્ટરવ્યું દરમિયાન સિંગરે કહ્યું કે ફેન્સ એકદમ દિવાના હોય છે, અમે લોકો એવા નથી. અમે ડિસેન્ટ લોકો છીએ. કેટલા તેને પ્રોત્સાહન આપે છે કે અને આ પ્રકારે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. કેટલાક હાથ મીલાવવા માટે હાથ આગળ વધારે છે તો કેટલાક હાથ પર કીસ કરે છે, આ બધું દીવાનગી હોય છે. આ બધા પર ધ્યાન આપવું ન જોઇએ.