Get The App

'ઉડાન' ફેમ અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન

કવિતા ચૌધરીની લાંબા સમયથી કેન્સરની સારવાર ચાલી રહી હતી

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
'ઉડાન' ફેમ અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન 1 - image

Kavita Chaudhary Passed Away: મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ જ લોકપ્રિય સિરિયલ 'ઉડાન'માં IPS ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.

કવિતા ચૌધરીના અંતિમ સંસ્કાર અમૃતસરમાં થશે

અહેવાલો અનુસાર, અભિનેત્રીના અંતિમ સંસ્કાર 16મી ફેબ્રુઆરીએ શિવપુરી અમૃતસરમાં કરવામાં આવ્યા હતા. કવિતા ચૌધરી સિરિયલ 'ઉડાન', 'યોર ઓનર' અને IPS ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા. કવિતા પોલીસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યની નાની બહેન હતી. 

ઉલ્લેખનીય છે કે, કવિતા ચૌધરી છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતી અને લાંબા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. કવિતા ચૌધરીના ભત્રીજા અજય સયાલે પણ માહિતી આપી હતી.


Google NewsGoogle News