કરીનાની બકિંગહામ મર્ડર્સનાં બે ભાષાકીય વર્ઝન રીલિઝ કરાશે
- ફિલ્મ હિંદી અને હિંગ્લીશ બંનેમાં રજૂ થશે
- અગાઉ દિલ્હી બેલી તથા ધોબીઘાટ ફિલ્મો માટે પણ આ જ સ્ટ્રેટેજી અપનાવાઈ હતી
મુંબઈ: કરીના કપૂરની ફિલ્મ 'બકિંગહામ પેલેસ' હિંદી અને હિંગ્લીશ એમ બે અલગ અલગ વર્ઝનમાં રજૂ કરાશે.
ફિલ્મમાં ઈન્ગ્લેન્ડનાં બકિંગહામનું ચિત્રણ હોવાથી પ્રમાણભૂતતા જળવાઈ રહે તે માટે ફિલ્મના અંગ્રેજ કલાકારોના સંવાદો અંગ્રેજીમાં જ રખાયા છે. જ્યારે ભારતીય મૂળના કલાાકરોને પણ હિંગ્લીશ બોલતા જ દર્શાવાયા છે.
સાથે સાથે ફિલ્મનું એક અલગ હિંદીમાં ડબ કરાયેલું વર્ઝન પણ રીલિઝ કરાશે.
અગાઉ આમીર ખાને 'ધોબીઘાટ ' ફિલ્મ પણ હિંગલીશમાં રીલીઝ કરી હતી. આ ઉપરાંત 'દિલ્હી બેલી' ફિલ્મ પણ આ રીતે રજૂ કરાઈ હતી.
હંસલ મહેતાએ બનાવેલી આ ફિલ્મમાં કરીના કપૂર ઉપરાંત રણવીર બ્રાર અને એશ ટંડન સહિતના કલાકારો છે.