Get The App

'પરિવારને ખવડાવવા 300 રૂપિયામાં એવોર્ડ વેચ્યો..' લોકપ્રિય કોમેડિયને સંઘર્ષના દિવસો યાદ કર્યા

Updated: Sep 29th, 2024


Google News
Google News
Sudesh Lehri


Sudesh Lehri Struggle: પ્રખ્યાત કોમેડિયન સુદેશ  લેહરી તેની જોરદાર કોમેડી માટે જાણીતા છે. હાલ તે ખુબ જ સફળ છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે સુદેશ પાસે ખાવાના પૈસા પણ નહોતા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે મારો સમય એટલો ખરાબ હતો કે મારે મારા એવોર્ડ વેચીને પરિવારનું ભરણપોષણ કરવાનો વારો આવ્યો હતો. 

300-400 રૂપિયામાં વેચ્યો એવોર્ડ

સુદેશ લેહરીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પૈસાની તંગી હોવાના કારણે મારે મારા પરિવારના ભરણપોષણ માટે મેં મારો એવોર્ડ વેચી દીધો હતો. જયારે કોમેડિયનને પૂછવામાં આવ્યું કે કેટલી કિંમતમાં એવોર્ડ વેચવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું હતું કે, મને એવોર્ડના બદલામાં 300-400 રૂપિયા મળ્યા હતા અને આ પૈસાથી મે મારા પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરી હતી. 

આ પણ વાંચો: રણબીર કપૂરનો ધૂમ 4માં ચોરની ભૂમિકા ભજવવા માટે સંપર્ક

એક કોમેડી શૉ બદલી સુદેશની જિંદગી

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં આવ્યા ત્યારે સુદેશ લેહરીનું નસીબ બદલાઈ ગયું. આ શૉમાં તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા જ્યારે વિજેતા કપિલ શર્મા હતો. બાદમાં કપિલે સુદેશને પોતાના કોમેડી શૉમાં તક આપી હતી. ત્યારબાદ સુદેશે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

સુદેશ લેહરીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

આ સિવાય સુદેશ લેહરીએ પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે સલમાન ખાન સાથે ફિલ્મ 'રેડી'માં કામ કર્યું હતું. આ પછી તે 'જય હો'નો પણ ભાગ હતો. સુદેશ લેહરી 'ટોટલ ધમાલ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. સુદેશ તમિલ ફિલ્મ વાઘામાં પણ જોવા મળ્યો હતો, જેમાં તેણે વિક્રમ પ્રભુ અને રાન્યા રાવ સાથે કામ કર્યું હતું.

'પરિવારને ખવડાવવા 300 રૂપિયામાં એવોર્ડ વેચ્યો..' લોકપ્રિય કોમેડિયને સંઘર્ષના દિવસો યાદ કર્યા 2 - image

Tags :
sudesh-lehrifinancial-strugglessold-award-for-rs-300Sudesh-Lehri-Struggle

Google News
Google News