ટીવીના 'રામ' અરુણ ગોવિલને સાંસદ તરીકે કેટલો પગાર મળશે? ફ્રીમાં મળશે વિજળી, પાણી અને ફોનના ખર્ચની સુવિધાઓ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Arun Govil


Arun Govil Salary: લોકસભા ચૂંટણી 2024માં, ઘણા સેલેબ્સે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું છે અને જીત પણ મળી છે. જો કે ઘણાની હાર પણ થઈ છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની સાથે ટીવી એક્ટર રામાનંદ સાગરની પ્રખ્યાત ધાર્મિક સીરિયલ 'રામાયણ'માં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ આ વખતે લોકસભા ચૂંટણી જીતનારાઓમાં સામેલ હતા. તેઓ ભાજપ મેરઠ લોકસભા સીટ પરથી જીત્યા હતા. 

અરુણ ગોવિલને આ વિશેષ સુવિધાઓ મળશે

અરુણ ગોવિલ હવે સાંસદ બન્યા બાદ જનતાની સેવામાં લાગેલા જોવા મળે છે. ત્યારે જાણીએ સાંસદ બન્યા બાદ તેમને સરકાર કેટલો પગાર આપશે. તેમજ અન્ય શું સુવિધાઓ મળશે. સાંસદ તરીકે અરુણ ગોવિલનો પગાર રૂ. 1 લાખ મળશે. સરકાર તેમના લોકસભા મતવિસ્તાર માટે ભથ્થા તરીકે રૂ. 70 હજાર અને સ્ટેશનરી, સ્ટાફના પગાર અને અન્ય ખર્ચ માટે 60 હજાર રૂપિયા પણ આપશે.

દરરોજના ખર્ચ માટે 2 હજાર રૂપિયા

સાંસદોને તેમના દૈનિક ખર્ચ માટે સરકાર દ્વારા 2,000 રૂપિયાની અલગથી રકમ આપવામાં આવે છે. સરકાર તેમને રહેવા માટે મફત મકાન પણ આપે છે. જો અરુણ ગોવિલ સરકારી મકાનનો ઉપયોગ કરવા માંગતા ન હોય તો તેના બદલે તેમને હોમ અલાઉન્સ તરીકે રૂ. 2 લાખ પણ મળી શકે છે. 

મફત વીજળી, પાણી અને ટેલિફોન સેવા મળશે

સાંસદોને સરકાર તરફથી અન્ય ઘણી સુવિધાઓ મફતમાં મળે છે. અરુણ ગોવિલને વાર્ષિક 50 હજાર યુનિટ સુધી વીજળી, વાર્ષિક 40 લાખ લીટર સુધીનું પાણી અને  દર વર્ષે 1.5 લાખ સુધી મફત ટેલિફોન કૉલની સુવિધા પણ આપવામાં આવશે. આ ઉપરાંત એક વર્ષમાં 34 વખત હવાઈ મુસાફરી પણ કરી શકશે. તેમજ સરકાર તેમનો મેડિકલ ખર્ચ પણ ઉપાડશે. 

ટીવીના 'રામ' અરુણ ગોવિલને સાંસદ તરીકે કેટલો પગાર મળશે? ફ્રીમાં મળશે વિજળી, પાણી અને ફોનના ખર્ચની સુવિધાઓ 2 - image


Google NewsGoogle News