Get The App

ટીવી એકટ્રેસ હીના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
ટીવી એકટ્રેસ હીના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું 1 - image


- ભારે આઘાત સાથે લાખો ચાહકોની પ્રાર્થના

- હીના ખાને જાતે જ  જાહેર કર્યું, હું સ્ટ્રોન્ગ છું અને સારવાર પણ શરુ થઈ ચૂકી છે 

મુંબઈ : ટોચની ટીવી એકટ્રેસ હીના ખાને પોતાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર  ડિટેક્ટ થયું હોવાનું જાહેર કર્યું છે. તેની આ ઘોષણા સાથે જ લાખો ચાહકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. આ ચાહકો સાથે જાણીતા ટીવી સેલેબ્સએ તેને ઝડપભેર સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. 

હીના ખાને પોતે જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું ઠીક છું, સ્ટ્રોન્ગ છું અને મારી સારવાર પણ શરુ થઈ ગઈ છે.  હીનાએ તેના ફેન્સને આ સમય દરમિયાન તેની પ્રાઈવસી જાળવવા પણ વિનંતી કરી હતી. 

હીનાની આ  પોસ્ટ બાદ અસંખ્ય ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એકતા કપૂર, ગૌહર ખાન, રોહન મેહરા, સાયંતની ઘોષ, આશકા ગોરડિયા, લતા સબરવાલ, હેલી શાહ, જય ભાનુશાળી સહિતના અનેક ટીવી સ્ટાર તથા ટીવી સીરિયલ સર્જકો અને બીજા કેટલાય જાણીતા કલાકારોએ હીનાને ઝડપભેર સ્વસ્થ થઈ જવાની શુભેચ્છા આપી હતી. 

હીનાએ 'બિગ બોસ' શોમાં ભાગ લીધો હતો અને તે ઉપરાંત કેટલાક ટીવી શો પણ કામ કર્યું છે. જોકે, તેને આજે પણ લોકો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા તરીકે જ ઓળખે છે. 


Google NewsGoogle News