જાણીતા ટીવી એક્ટર યોગેશ મહાજનનું હાર્ટએટેકથી મોત, શૂટ માટે નહોતો આવ્યો, ફ્લેટનો દરવાજો તોડી જોયું તો...
TV Actor Yogesh Mahajan Died: ટેલિવિઝન જગતથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી ટીવી સિરિયલ્સ અને મરાઠી ફિલ્મોમાં અભિયન કરી ચૂકેલા ફેમસ એક્ટર યોગેશ મહાજનનું નિધન થઇ ગયું. અભિનેતાનું મોત હાર્ટએટેકને કારણે થયું હોવાનો ખુલાસો થયો છે. અગાઉ થોડા દિવસ પહેલા એક યુવાન ટીવી એક્ટર અમન જયસ્વાલ મૃત્યુ પામ્યો હતો. ટ્રક સાથે તેની બાઈકની ટક્કર થતાં અકસ્માતમાં તેનો ભોગ લેવાઈ ગયો હતો. તે ઓડિશન આપવા જઇ રહ્યો હતો.
કેવી રીતે થયું મોત?
યોગેશના અચાનક નિધનથી તેના ફેન્સ અને મિત્રો આઘાતમાં છે અને લોકો ભાવુક થઈ તેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. માહિતી અનુસાર, અભિનેતાનું મૃત્યુ તેના ફ્લેટમાં થયું હતું, જે શૂટિંગ પરિસરમાં જ આવેલું હતું. જ્યારે તે શૂટિંગ માટે ન આવ્યો ત્યારે ક્રૂ મેમ્બર્સ તેના ફ્લેટ પર પહોંચ્યા હતા. દરવાજો ખખડાવતા તેણે ન ખોલ્યો જેનાથી કોઈ અનહોનિની આશંકા થતાં તેમણે દરવાજો તોડી નાખ્યો. જ્યારે ક્રૂ મેમ્બર્સ ઘરમાં પહોંચ્યા તો તેઓ જોઈને જ ચોંકી ગયા. ફ્લેટમાં અભિનેતાનો મૃતદેહ પડ્યો હતો.
ડૉક્ટરોએ કહ્યું - હાર્ટએટેક આવ્યો હતો
જોકે તેમ છતાં અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના ડૉક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો અને જણાવ્યું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યોગેશની કો સ્ટાર આકાંક્ષા રાવતે કહ્યું કે યોગેશ ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેનો સેન્સ ઓફ હ્યુમર પણ સારો હતો. અમે એક વર્ષથી સાથે શૂટિંગ કરતા હતા. હાલમાં બધા આઘાતમાં છે.