Get The App

TV એક્ટર સિદ્વાંત વીર સૂર્યવંશીનું નિધન

Updated: Nov 11th, 2022


Google News
Google News
TV એક્ટર સિદ્વાંત વીર સૂર્યવંશીનું નિધન 1 - image


નવી મુંબઇ,તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર 

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, વૈશાલી ઠક્કર, દિપેશ ભાનના નિધન બાદ હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કસૌટી ઝિંદગી કી જેવી લોકપ્રિય સિરિયલોના જાણીતા ચહેરા અભિનેતા અને મોડલ સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની ઉમરે નિધન થયું છે. 

મળતી માહિતી મુજબ, શુક્રવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે સિદ્ધાંતનું મૃત્યુ થયું છે. 

જય ભાનુશાલીએ પુષ્ટિ કરી 

TV એક્ટર સિદ્વાંત વીર સૂર્યવંશીનું નિધન 2 - image

ટીવી એક્ટર જય ભાનુશાલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ન્યુઝને કન્ફર્મ કર્યા છે. તેમને એક્ટર સિદ્વાંત વીરનો ફોટો શેર કરતાં લખ્યુ કે, "ભાઇ તુમ બહુત જલ્દી ચલે ગયે..."

મહત્વનું છે કે, જયને પણ આ જાણકારી તેના કોમન મિત્રએ આપી હતી અને કહ્યું કે, વર્કઆઉટ દરમિયાન એક્ટરને અટેક આવ્યો અને તેણે દુનિયાને અલવિદા કહી દીધુ. 

Tags :