'ધ કપિલ શર્મા'ના કોમેડિયન અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન, લાંબા સમયથી કેન્સરથી હતા પીડિત
Image Twitter |
Marathi actor Atul Parchure Passed Away : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ મરાઠી કોમેડિયન એક્ટર અતુલ પરચુરેનું નિધન થયું છે. તેમણે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મરાઠીની સાથે સાથે હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરનાર અતુલ પરચુરે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. જો કે, કેન્સર પર જીત મેળવ્યા બાદ તેમણે ફરીથી ઉત્સાહ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ઘણા મરાઠી શોમાં પોતાની ભૂમિકાઓથી દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. પરંતુ તે પછી સતત તેમની તબિયત બગડી રહી હતી. તે શારીરિક સમસ્યાઓ અને કેન્સરને કારણે થતી નબળાઈ સામે ઝઝૂમી રહ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે તેમને ફરી એકવાર કેન્સર કેન્સર થયું હતું. અતુલના અચાનક નિધનથી તેમની પાછળ માતા, પત્ની અને પુત્રી એકલા રહી ગયા છે. તેમના આ દુનિયામાંથી આકસ્મિક વિદાયથી પરિવાર શોકમાં આવી ગયો છે અને ચાહકોમાં શોકનો માહોલ છવાયો છે.
મરાઠીની સાથે હિન્દી સિનેમાનો જાણીતો ચહેરો
અતુલ પરચુરેના આકસ્મિક નિધનથી માત્ર મરાઠી જ નહીં પરંતુ હિન્દી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો પડ્યો છે. તેમણે કપિલ શર્મા શોમાં પણ તેઓ પોતાની આગવી છટાથી કોમેડી શોની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત તેમણે કોમેડી સર્કસ, યમ હૈ હમ, આરકે લક્ષ્મણ કી દુનિયા જેવી ઘણી હિટ સિરિયલો કરી છે. અભિનેતાએ તાજેતરમાં તેના નવા થિયેટર નાટક સૂર્યાચી પિલ્લઈની જાહેરાત કરી હતી.
અતુલે હિન્દી સિનેમામાં પણ ઘણા મહત્ત્વપૂર્ણ પાત્રોમાં પોતાની રોલ અદા કર્યો હતો. તેમણે શાહરૂખ ખાનની બિલ્લુ, સલમાન ખાનની પાર્ટનર અને અજય દેવગનની ઓલ ધ બેસ્ટમાં તેમની કોમિક ટાઈમિંગથી પણ દરેકનું દિલ જીતી લીધું છે. આ સિવાય અતુલે ક્યૂંકી, સલામ-એ-ઈશ્ક, કલયુગ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની અને ખિચડી જેવી ઘણી ફિલ્મો કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ અભિનેતા અતુલ પરચુરેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ મરાઠીમાં અભિનેતા માટે તેમની લાગણી વ્યક્ત કરી અને જણાવ્યું કે, "તેઓ એક્ટિંગના મહાન અભિનય માસ્ટર હતા. એક હોંશિયાર અભિનેતાનું અકાળે વિદાય થયું છે."
સીએમએ શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે, “તેઓ સતત પ્રેક્ષકોને હસાવતા. અને હંમેશા અંતર્મુખી એવા ક્લાસિક અભિનેતા અતુલ પરચુરેનું અકાળે અવસાન દુઃખદ છે. અતુલ પરચુરેએ તેમની તેજસ્વી અભિનય કારકિર્દીની શરૂઆત બાળ થિયેટરથી કરી હતી. નાટક, ફિલ્મો અને સિરિયલો એમ ત્રણેય ક્ષેત્રોમાં તેમણે પોતાની છાપ છોડી. એ પછી તરુણ તુર્ક માતરે અરકા, નાતીગોતી કે પુ. જેવા નાટકો હોય તેમા મહત્ત્વનો રોલ અદા કર્યો છે. પછી ભલે તે દેશપાંડેની મૌખિક, લિરિકલ કોમેડી હોય, અતુલ પરચુરેએ તેના જન્મજાત ગુણોથી તેમાં રસપૂર્વક ઉત્તમ ભુમિકા ભજવી છે. તેમણે મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ ઉત્તમ પાત્રો ભજવ્યા છે. તેમના નિધનથી મરાઠીએ એક કાલાતીત અભિનેતા ગુમાવ્યો છે. આ નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ નથી. પરચુરના હજારો ચાહકોમાંના એક તરીકે હું પરિવારના દુઃખમાં સહભાગી છું. ભગવાન તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકાર વતી હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઓમ શાંતિ."