'તુજસે નારાજ નહીં જિંદગી'ના ગાયક અનુપ ઘોષાલનું 78 વર્ષની વયે નિધન, કોલકાતામાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા સિંગર અને પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અનુપ ઘોષાલનું નિધન થઈ ગયું છે. 78 વર્ષની ઉંમરમાં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સિંગરે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા. આમ તો અનુપ ઘોષાલે વધુ પડતા ગીત બંગાળી ભાષામાં ગાયા છે પરંતુ કેટલાક ગીત તેમણે હિન્દી ફિલ્મોમાં પણ ગાયા છે. તેમને આજે પણ 'માસૂમ' ફિલ્મના ગીત 'તુજસે નારાજ નહીં જિંદગી' માટે લોકો યાદ કરતા હતા.
અનુપ ઘોષાલના મોતનું કારણ વધતી ઉંમર જણાવાય રહ્યું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ 15 ડિસેમ્બરે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સિંગરના નિધનના સમાચાર સાંભળીને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ લખ્યું કે, અનુપ ઘોષાલના જવાથી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. મારી તેમના પરિવાર સાથે સંવેદના છે.
રાજનીતિમાં પણ સક્રિય હતા અનુપ ઘોષાલ
સંગીત દુનિયાની સાથે અનુપ ઘોષાલ રાજનીતિમાં પણ સક્રિય હતા. તેમને વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ પણ મમતા બેનર્જીની આશા પર ખરા ઉતર્યા હતા. તેમને ચૂંટણીમાં જીત મળી હતી.
અનુપ ઘોષાલના હિન્દી ગીત
સંગીતની દુનિયાની વાત કરીએ તો, અનુપ ઘોષાલે અનેક બંગાળી ગીત ગાયા છે. જેમાં 'તુજસે નારાજ નહીં જિંદગી', 'જિનકે હૃદય શ્રીરામ બસે', 'મન કે મંદિર મેં', 'ગુરુ બિન', 'અંખિયા હરિદર્શન કો પ્યારી', 'મોહે લાગી લગન'થી લઈને 'મધુર અમર' સહિતના ગીત ગાયા છે.