મને ભાગીને લગ્ન કરવાના સપના આવતા...', જાણીતી અભિનેત્રીનું ચોંકાવનારું નિવેદન
South Indian Actress Keerthy Suresh: દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રી કીર્તિ સુરેશે 12 ડિસેમ્બર, 2024ના રોજ તેના બોયફ્રેન્ડ એન્ટની થાટિલ સાથે લગ્ન અને ફિલ્મ બેબી જહોનને કારણે ચર્ચામાં છે. મહાનટી અને દશેરા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દંગ કરી દેનારી કીર્તિ સુરેશ અને એન્ટનીએ તમિલ બ્રાહ્મણ અને મલયાલી ખ્રિસ્તી વિધિ અનુસાર લગ્ન કર્યા હતા.
કીર્તિ અને એન્ટની સ્કૂલ ટાઈમથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમનો પ્રેમ ઘણો લાંબા સમયથી હતો. પોતાની લવ સ્ટોરી વિશે મોટો ખુલાસો કરતાં કીર્તિએ જણાવ્યું કે, 'ડેટિંગ સમયમાં મને ખરાબ સપના આવતા હતા. આ લગ્ન મારા માટે ખરેખર એક સ્વપ્ર જેવું જ છે... ભૂતકાળમાં ડેટિંગ સમયે મને ભાગીને લગ્ન કરવાના સપનાઓ આવતાં હતાં.'
આ પણ વાંચોઃ પુષ્પા-2' હવે 'દંગલ'નો રેકોર્ડ તોડવાની નજીક, સૌથી વધુ કમાણી મામલે જાણો કેટલું રહ્યું અંતર
એન્ટની કીર્તિથી સાત વર્ષ મોટો
કીર્તિ કહે છે, 'લગ્ન એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. આટલા લાંબા સંબંધો દરમિયાન ઘણી વખત એવી ઘટનાઓ બની હતી જ્યારે મને ખરાબ સપના આવતા હતા. મને લાગ્યું કે અમે ભાગીને લગ્ન કરી લઈશું. એન્ટની કીર્તિ કરતાં સાત વર્ષ મોટો છે. તે કતારમાં કામ કરતો હતો ત્યારબાદ 4-5 વર્ષ ત્યાં કામ કર્યા બાદ કોચીમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.'
કોલેજથી એક્ટિંગની કરી શરૂઆત
કીર્તિએ કહ્યું કે, 'હું કોલેજમાં હતી અને પછી મારી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એન્ટનીએ આ સફર દરમિયાન હંમેશા મારો સાથ આપ્યો. મને તેમનામાં મારા પિતાની ખૂબી દેખાય છે. આટલા વર્ષો સુધી રાહ જોવી કોઈ માટે સરળ નથી. તેણે ક્યારેય મારા પર તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું નથી. તેમજ ક્યારેક કોઈ જબરજસ્તી કરવામાં આવી ન હતી.'