ઈમ્તિયાઝ અલીની નવી ફિલ્મમાં ફહાદ ફાસિલ સાથે તૃપ્તિ ડિમરી
- પુષ્પાના વિલનનું બોલીવૂડમાં ડેબ્યૂ
- ઈમ્તિયાઝની સ્ટાઈલ પ્રમાણે નિરાળી લવ સ્ટોરી હોવાની સંભાવના
મુંબઇ : દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મમાં મલયાલમ અભિનેતા ફહાદ ફાસિલ પર પસંદગી ઊતારી છે. 'પુષ્પા'નો વિલન ફહાદ ફાસિલ આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરશે. તેની સાથે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીની પસંદગી કરાઈ છે.
ફિલ્મની વાર્તા ખાનગી રાખવામાં આવી છે.
પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમ્તિયાઝ જરા જુદા પ્રકારની લવ સ્ટોરીઓ માટે જાણીતો છે અને આ ફિલ્મ પણ તેવી જ એક લવ સ્ટોરી હોવાની શક્યતા છે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ અંતિમ ચરણમાં છે. ફિલ્મનું નિર્માણે આગામી વર્ષના પ્રારંભમાં થશે.