બિગ બોસ ફેમ અબ્દુ રોજીકે મંગેતર સાથેની સગાઇ તોડ્યા બાદ કહી આ વાત
Abdu Rozik: પ્રખ્યાત તાજિકિસ્તાની ગાયક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અબ્દુ રોજિક અંગત જીવનના કારણે ચર્ચામાં રહેતો હોય છે. બિગ બોસ 16 ફેમ અબ્દુ રોજિકે આ વર્ષે અમીરાતી યુવતી સાથે સગાઈ કરી હતી પરંતુ સગાઈના થોડા મહિના પછી તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. હવે આ અંગે અંગે અબ્દુએ જણાવ્યું કે, કલ્ચરલ ડિફ્રેંસના કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી.
જોકે, હવે અબ્દુએ આ અંગે ખુલાસો કર્યો છે કે, સગાઈ પછી અમીરાને જે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો જેની અસર તેના સંબંધો પર પડી હતી.
મળતી માહિતી પ્રમાણે, અબ્દુ રોજિકે કહ્યું કે, અમારી સગાઈની ઘોષણા થયા પછી અમને સતત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો તે અમારા બંને માટે સૌથી મુશ્કેલ સમય હતો. આ ટ્રોલિંગે અસર અમીરાના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી હતી. અમીરાએ આ નિર્ણય બહુ મુશ્કેલીથી લીધો હતો.
અબ્દુએ આગળ કહ્યું કે,મને દેખાઇ રહ્યું હતુ કે,આ નકારાત્મકતા અમારા સંબંધોને ખાઈ રહી છે. અત્યારે અમે બંને એકબીજાને ઇમોશનલી ઠીક કરવા માટે એકબીજાને સ્પેસ આપી રહ્યાં છે.