તૃપ્તિ ડિમરીની બોયફ્રેન્ડ સૈમ સાથે બાઈક પર લટાર
- મોઢે માસ્ક પહેરીને બાંદરાના રોડ પર નીકળી
- લોકોએ તરત જ ઓળખી લીધીઃ હેલ્મેટ નહિ પહેરી હોવાને કારણે ટ્રોલ થઈ
મુંબઇ : તૃપ્તિ ડિમરી રવિવારે રાતે તેના બોયફ્રેન્ડ સૈમ મર્ચન્ટ સાથે મુંબઈના બાંદરાના માર્ગો પર બાઈક પર લટાર મારવા નીકળી હતી. તૃપ્તિએ ચહેરાને માસ્કથી ઢાંક્યો હતો. જોકે, તેમ છતાં પણ લોકોએ તેેને ઓળખી લીધી હતી.
કેટલાક પાપારાઝીઓએ તૃપ્તિનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તૃપ્તિએ તેમની અવગણના કરી હતી.
જોકે, બાઈક પર સવાર તૃપ્તિની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ તેને હેલ્મેટ ન પહેરાવ બદલ ટ્રોલ કરી હતી. લોકોએ કોમેન્ટ કરી હતી કે એક ઈન્ફ્લુએન્સર તરીકે તૃપ્તિએ દાખલો બેસાડવો જોઈએ. કેટલાકે લખ્યું હતું કે પોલીસને સેલિબ્રિટીઓ દ્વારા નિયમભંગ દેખાતો નથી.
તૃપ્તિ અને સેમ મર્ચન્ટ વારંવાર જાહેરમાં સાથે જોવા મળે છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા.