શાહિદની ગેંગસ્ટર ડ્રામામાં તૃપ્તિ ડિમરી હિરોઈન બનશે
- આગામી છઠ્ઠી જાન્યુઆરીથી શૂટિંગ શરુ થશે, આવતા ડિસેમ્બરમાં રીલિઝ કરાશે
મુંબઇ : શાહિદ કપૂર અને ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવાના છે. તેમની ગેંગસ્ટર ડ્રામા આધારિત ફિલ્મનું શૂટિંગ છઠ્ઠી જાન્યુઆરીથી શરુ થઈ રહ્યું છે. ફિલ્મ આવતાં વર્ષની પાંચમી ડિસેમ્બરે રીલિઝ કરાશે. ફિલ્મમાં શાહિદ સાથે તૃપ્તિ ડિમરીની જોડી હશે.
શાહિદ કપૂરને સત્તાવાર ઘોષણા પહેલા પોતાની આગામી ફિલ્મના રોલ બાબતે આડકતરો ઇશારો આપ્યો હતો. શાહિદના સંકેત અનુસાર આ ફિલ્મ ૯૦ના દાયકાના ગેંગસ્ટર પર આધારિત હશે.
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ એક વખત ફરી સાથે કામ કરવાના છે. આ પહેલાં શાહિત વિશાલ ભારદ્વાજની 'કમીને' અને 'હૈદર' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.