વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શાહિદ સાથે તૃપ્તિ ડિમરીની જોડી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શાહિદ સાથે તૃપ્તિ ડિમરીની જોડી 1 - image


- તૃપ્તિને એક પછી એક  નવી ફિલ્મો મળી રહી છે

- સાજિત નડિયાદવાળા ફિલ્મ પ્રોડયૂસ કરશે, ટાઈટલ હજુ જાહેર  નથી કરાયું

મુંબઇ : શાહિદ કપૂર અને તૃપ્તિ ડીમરીની જોડી પ્રથંમ વખત રૂપેરી પડદા પર સાથે જોવા મળવાની છે.  વિશાલ ભારદ્વાજના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મમાં શાહિદ સાથે હિરોઈન તરીકે તૃપ્તિની પસંદગી કરાઈ છે. 

સાજિદ નડિયાદવાળાએ ફિલ્મમાં શાહિદ અન તૃપ્તિની જોડી હશે તેવું સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું હતું. જોકે, આ ફિલ્મના જોનર કે ટાઈટલ વિશે હજુ વિગતો અપાઈ નથી. 

શાહિદ કપૂર અગાઉ વિશાલ ભારદ્વાજની 'હૈદર' તથા 'કમીને'માં કામ કરી ચૂક્યો છે.  વિશાલ ભારદ્વાજ તેની સ્ટાઈલ પ્રમાણે વધુ એક ગેંગસ્ટર ડ્રામા બનાવશે કે પછી કોઈ રોમેન્ટિક ફિલ્મ હશે તે હજુ જાણવા મળ્યું નથી. 

તૃપ્તિ ડિમરીને 'એનિમલ'ની સફળતાથી લાભ થયો છે અને હાલ બોલીવૂડના એક પછી એક પ્રોડક્શન હાઉસ તેને સાઈન કરી રહ્યા છે. 


Google NewsGoogle News