Get The App

તૃપ્તિ ડિમરીએ મુંબઇમાં 14 કરોડ રૂપિયાનો વૈભવી બંગલો ખરીદ્યો

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
તૃપ્તિ ડિમરીએ મુંબઇમાં 14 કરોડ રૂપિયાનો વૈભવી બંગલો ખરીદ્યો 1 - image


- જે બાંદરાના કાર્ટર રોડ પર આવેલો છે

મુંબઇ : તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિલમથી લોકપ્રિય થઇ છે. તેણે હાલમાં મુબંઇના બાંદરાના કાર્ટર રોડ વિસ્તારમાં બે માળી બંગલો રૂપિયા ૧૪ કરોડમાં ખરીદ્યો છે.તૃપ્તિ ડિમરી હાલ બિઝનેસમેન સૈમ મર્ચન્ટના કારણે પણ ચર્ચામાં છે.  

એક રિપોર્ટના અનુસાર, તૃપ્તિ ડિમરીનો આ બંગલો ૨,૨૨૬ સ્કે.ફૂટમાં ફેલાયેલો છે. જ્યારે તેનો બિલ્ટ અપ એરિયા ૨,૧૯૪ છે. કહેવાય છે કે આ ૂબંગલા માટે તેણે ૩૦ હજાર રૂપિયા રજિસ્ટ્રેશન અને ૭૦ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયૂટી ચુકવી છે. 

ઉત્તરાખંડની તૃપ્તિ ડિમરીએ ૨૦૧૭માં શ્રેયસ તળપદેની કોમેડી ફિલ્મ પોસ્ટર બોયઝથી એકટિંગ ડેબ્યુ કર્યું હતું. આ પછી તેણે ઘણી ફિલ્મો કરી હતી, પરંતુ તેને સફળતા મળી નહોતી.  ફિલ્મ બુલબુલના કારણે તે ચર્ચામાં આવી હતી અને ફિલ્મ એનિમલે તેને રાતોરાત સ્ટાર  બનાવી દીધી. તેની પાસે હાલ ધડક ટુ, બેડ ન્યુઝ,. વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો અને  ભૂલ ભૂલૈયા ૩ સામેલ છે. 


Google NewsGoogle News