તૃપ્તિ ડિમરી બોયફ્રેન્ડ સાથે ફિનલેન્ડમાં ન્યૂ યર એન્જોય કરવા પહોંચી
- બંનેએ સાથે સાથે હિમવર્ષાનો આનંદ માણ્યો
- તૃપ્તિ અને સામ બંનેએ સંખ્યાબંધ ફોટા તથા વીડિયો શેર કર્યા, લોકેશન પણ જણાવ્યું
મુંબઈ : તૃપ્તિ ડિમરી બોયફ્રેન્ડ સામ મર્ચન્ટ સાથે નવું વર્ષ એન્જોય કરવા માટે ફિનલેન્ડ પહોંચી ગઈ છે.
બંનેએ ત્યાંથી સંખ્યાબંધ ફોટા તથા વીડિયો શેર કર્યા છે. બંનેએ પોતાનું લોકેશન પણ જણાવ્યું છે.
તૃપ્તિએ હિમ વર્ષા માણતી હોય તેવો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે આ નઝારો માણીને પોતે ધન્યતા અનુભવે છે.
સામ મર્ચન્ટે લખ્યું છે કે પોતે જિંદગીમાં પહેલીવાર આવી હિમવર્ષાનો અનુભવ કરી રહ્યો છે. અત્યારે માઈનસ આઠ ડિગ્રી ટેમ્પરેચર હોવાનું તેણે જણાવ્યું છે. સામે નોર્ધન લાઈટ્સનો નઝારો માણવાના ફોટા પણ શેર કર્યા છે.