રજનીકાંત સ્ટારર ફિલ્મ Lal Salaamનું ધાંસૂ ટ્રેલર રિલીઝ, ખાસ રોલમાં નજર આવ્યા કપિલ દેવ

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
રજનીકાંત સ્ટારર ફિલ્મ Lal Salaamનું ધાંસૂ ટ્રેલર રિલીઝ, ખાસ રોલમાં નજર આવ્યા કપિલ દેવ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી 2024 મંગળવાર

રજનીકાંત, વિક્રાંત અને વિષ્ણુ વિશાલ અપકમિંગ ફિલ્મ લાલ સલામનું ટ્રેલર લોન્ચ થઈ ગયુ. આ ફિલ્મને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે ડાયરેક્ટ કરી છે. આ એક સ્પોર્ટ ડ્રામા છે. જેમાં ક્રાઈમ અને એક્શન છે. ફિલ્મમાં રજનીકાંત એક મુસ્લિમ ગેંગ લીડરનું પાત્ર નિભાવી રહ્યા છે. ફિલ્મમાં ધાર્મિક સદ્ભાવ અને સાંપ્રદાયિકતા જેવા મુદ્દાને પણ દર્શાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં કપિલ દેવનો પણ કેમિયો છે.

લાલ સલામના ટ્રેલરની શરૂઆત ગાઢ જંગલમાં કોઈની શોધ કરી રહેલા લોકો સાથે થાય છે. પછી એક કારની પાસે બોમ્બ બ્લાસ્ટ થાય છે. તેના આગળના સીનમાં વિષ્ણુ સહિત ઘણા લોકો ક્રિકેટ રમતા જોવા મળે છે. જે બાદ મારામારી, આગચંપી અને હુલ્લડ જોવા મળે છે. ફિલ્મમાં એક ધર્મ પ્રત્યે નફરતના રાજકારણવાળુ એન્ગલ પણ તેમાં જોવા મળે છે. 

ફિલ્મમાં રજનીકાંતે મોઈદીન ભાઈનું પાત્ર નિભાવ્યુ છે. તેમાં એક્શન સાથે તેમની એન્ટ્રી થાય છે. ઘણા સીનમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા કપિલ દેવની ઝલક દેખાય છે. તે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓને ટ્રેનિંગ અને એક સીનમાં રજનીકાંત સાથે બેસીને મેચ જોતા નજર આવે છે.

લાલ સલામ ક્યારે રિલીઝ થશે

લાલ સલામના ટ્રેલરમાં રજનીકાંતનો એક્શન અવતાર અને હંમેશાની જેમ જોવા મળતો અંદાજ નજર આવી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ દમદાર છે. લાલ સલામ 9 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. રિલીઝના લગભગ 4 દિવસ પહેલા જ તેનું ટ્રેલર લોન્ચ થયુ. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કમાલ છે. એઆર રહેમાને તેનું મ્યૂઝિક કમ્પોઝ કર્યું છે.


Google NewsGoogle News