ફાઈટર'નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, દેશભક્તિમાં ડૂબેલા નજરે પડ્યા રીતિક-દીપિકા

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ફાઈટર'નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, દેશભક્તિમાં ડૂબેલા નજરે પડ્યા રીતિક-દીપિકા 1 - image

 

Image Source: Twitter

બોલિવૂડ અભિનેતા રીતિક રોશન પોતાની હવાઈ એક્શન ફિલ્મ ફાઈટરની સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે પૂરી રીતે તૈયાર છે. આ મચઅવેટેડ ફિલ્મ ગણતંત્ર દિવસના અવસરે 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં દસ્તક આપશે. ફિલ્મના ગીત અને ટીઝરે દર્શકો વચ્ચે જોરદાર ઉત્સાહ વધારી દીધો હતો. હવે દર્શકોના આ ઉત્સાહને વધુ વધારવા માટે ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવાયુ છે. ટ્રેલરમાં રીતિકરોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર વાયુ સેના અધિકારી બનીને દેશભક્તિમાં ડૂબેલા નજર આવી રહ્યા છે. 

ટ્રેલરની શરૂઆત રીતિક રોશનના અવાજથી થાય છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ફાઈટર તે નથી, જે લક્ષ્યને પ્રાપ્ત કરે છે પરંતુ ફાઈટર તે છે જે પોતાના દુશ્મનોનો ખાત્મો કરી દે છે. અનિલ કપૂર કેપ્ટન તરીકે સર્વશ્રેષ્ઠ વાયુ સેના અધિકારીઓની એક ટીમ તૈયાર કરે છે, જેમાં ઋતિક, દીપિકા અને કરણ સામેલ છે. પછી પુલવામા બોમ્બ બ્લાસ્ટ બાદ તમામ ફાઈટર યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે.

આ દરમિયાન તમામ ફાઈટરની સામે ઘણા પડકાર છે, જેને કદાચ તેઓ પોતાની ખુશીઓનું બલિદાન આપીને પાર કરવાના છે. ફાઈટરના ટ્રેલરમાં ઋતિક અને દીપિકા વચ્ચેની કેમેસ્ટ્રી પણ નજર આવી પરંતુ ટ્રેલરમાં સંકેત આપી દેવાયો છે કે યુદ્ધના મેદાનમાં તેમને પ્રેમનું બલિદાન પણ આપવુ પડશે. ટ્રેલરમાં ઋતિક અને દીપિકા દેશ માટે લડતા નજર આવ્યા અને તેમનો દમદાર એક્શન અવતાર પણ દેખાયો જે દર્શકોના ઉત્સાહને પણ વધારે છે.

ફાઈટરમાં પહેલી વખત રીતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ક્રીન સ્પેસ શેર કરશે. રીતિક રોશન ફાઈટરમાં સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીની ભૂમિકામાં નજર આવશે. દીપિકા પાદુકોણ સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મિન્નીનું પાત્ર નિભાવી રહી છે. આ બંને સુપરસ્ટાર સિવાય ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. જે ગ્રૂપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીના પાત્રમાં નજર આવશે. ફાઈટરનું નિર્માણ વાયકોમ18 સ્ટુડિયો અને માફિર્લક્સ પિક્ચર્સ દ્વારા કરાયું છે. આ ફિલ્મ નિર્માતા તરીકે સિદ્ધાર્થ આનંદ અને તેમની પત્ની મમતા આનંદની પહેલી ફિલ્મ છે. સિદ્ધાર્થ આનંદ આ પહેલા વોર અને પઠાણ જેવી સફળ એક્શન ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે.

આ સિવાય  ફિલ્મમાં સહાયક ભૂમિકામાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ, તલત અજીજ અને અન્ય સહિતની શાનદાર સ્ટાર કાસ્ટ છે. વિશાલ-શેખરની જોડી ફિલ્મના ગીત અને સ્કોર તૈયાર કરી રહી છે. હવાઈ એક્શન ફિલ્મ 25 જાન્યુઆરી 2024એ થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે.


Google NewsGoogle News