Toxic Title Teaser: રોકિંગ સ્ટાર યશે નવી ફિલ્મની કરી જાહેરાત, ફિલ્મનું ટીઝર કર્યું શેર

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
Toxic Title Teaser: રોકિંગ સ્ટાર યશે નવી ફિલ્મની કરી જાહેરાત, ફિલ્મનું ટીઝર કર્યું શેર 1 - image

Image:Instagram Yash

નવી દિલ્હી, તા. 8 ડિસેમ્બર 2023, શુક્રવાર 

KGF અને KGF 2 થી દુનિયાભરમાં હલચલ મચાવનાર અભિનેતા યશ તેની નવી ફિલ્મની જાહેરાત કરી રહ્યો છે. સાઉથના રોકિંગ સ્ટાર યશના ચાહકો લાંબા સમયથી નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. જેની રાહ હવે પૂરી થઈ ગઈ છે. પોતાની નવી ફિલ્મનું નામ જાહેર કરવાની સાથે જ યશે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ સુપરસ્ટારની ફિલ્મનું નામ Toxic - A Fairy Tale for Grown Ups છે. 

યશે શેર કર્યો વીડિયો 

યશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પત્તા દેખાઈ રહ્યા છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમા એક આકર્ષક ટ્યૂન સંભળાઈ રહી છે. આ દરમિયાન, યશના પાવરફુલ લુકની થોડી ઝલક જોઈ શકાય છે. વીડિયોમાં યશ કાઉબોય લુકમાં જોવા મળી રહ્યો છે.

યશના હાથમાં એક મોટી બંદુક પણ જોવા મળી રહી છે. હવે આ 'ટોક્સિક'નું ટાઈટલ ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

ચાહકોએ જોવી પડશે રાહ 

આ ફિલ્મના દિગ્દર્શક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગીતુ મોહનદાસ છે, જે Liar's Dias અને Moothon જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. KVN પ્રોડક્શન હાઉસ યશની ફિલ્મને પ્રોડયૂસ કરી રહી છે. જોકે, ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટને લઈને હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી. મહત્વનું છેકે, યશની આ ફિલ્મ 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. 

મહત્વનું છે કે, સાઉથના સ્ટાર યશ વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'KGF ચેપ્ટર 2'માં જોવા મળ્યો હતો. માત્ર 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ભારતમાં 'KGF 2' ની કમાણી 859 કરોડ રૂપિયા હતી અને આ ફિલ્મે વર્સ્ડ વાઇડ કુલ 1215 કરોડ રૂપિયા કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ જોવા મળ્યા હતા. 


Google NewsGoogle News