'ટોક્સિક સંબંધો થઈ ગયા હતા...' ગોવિંદા-કૃષ્ણાની લડાઈ અંગે ટીનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Image: Facebook
Tina Ahuja Explanation About Govinda Krushna Fight: મામા-ભાણેજ, ગોવિંદા-કૃષ્ણા અભિષેક વચ્ચેનો વિવાદ ખતમ થઈ ગયો છે. છેલ્લા 7 વર્ષથી બંનેની વચ્ચે અમુક બાબતોને લઈને મતભેદ ચાલી રહ્યો હતો પરંતુ હવે આ વાતો પર પૂર્ણવિરામ લાગી ચૂક્યુ છે. કપિલના શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માં ગોવિંદા, શક્તિ કપૂર અને ચંકી પાંડે આવ્યા હતા. કૃષ્ણાએ મામા ગોવિંદાની સામે પરફોર્મ કર્યું અને બંને ગળે પણ મળ્યા. આ મામા-ભાણેજના પેચઅપ પર ગોવિંદાની પુત્રી ટીના અહૂજાએ રિએક્ટ કર્યું છે.
ટીનાએ કહ્યું, હું ઘણી વખત આ બાબતોથી બચીને રહું છું. સાચું કહું તો પપ્પા અને કૃષ્ણાનો સંબંધ થોડો ટોક્સિક થઈ ગયો હતો. હું પોતાના જીવનમાં ખુશ છું. જૂની વાતોને હું યાદ કરવા માગતી નથી અથવા તો હું આ મુદ્દે વાત કરીને તમને નવી સ્ટોરી આપવા માગતી નથી. આ વાતને લઈને લાગે છે કે આ તો જૂની થઈ ગઈ છે.
જ્યારે પણ હું મારા પિતરાઈને મળું છું તો બધું જ ખૂબ સારું લાગે છે. અમે એકબીજાની ઈજ્જત કરીએ છીએ અને ઠીક છે. દરેક પોતાના જીવનમાં વ્યસ્ત છે. હું પણ. મારી પાસે એટલો સમય રહેતો નથી કે હું જૂની વાતો પર પ્રતિક્રિયા આપું.