mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આ દિગ્ગજ અભિનેતાને સેટ પર કોઈ આંખ મિલાવે તે પસંદ જ નથી, મીરા નાયરનો ચોંકાવનારો ખુલાસો

Updated: Jun 24th, 2024

Tom Cruise and Mira Nair


Tom Cruise: ફિલ્મ નિર્માતા મીરા નાયરે હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેનાથી બધાને આશ્ચર્ય થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'મિશન ઇમ્પોસિબલ' એક્ટર વિશે જાણીતા ફિલ્મ નિર્માતાએ દાવો કર્યો કે, ‘તેઓ કોન્ટ્રાક્ટમાં એવું લખાવે છે કે કોઈ તેમની સાથે આંખ મિલાવી નહીં શકે.’ ચાલો જાણીએ મીરાએ આ વિશે શેર કરેલી સંપૂર્ણ વિગત. 

મીરાનું કરિયર હોલિવૂડમાં સફળ રહ્યું છે

ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં મીરા નાયર અને શબાના આઝમીએ એક કલાકાર માટે સામાન્ય લોકો સાથે જોડાઈ રહેવાના મહત્ત્વ વિષે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે અભિનેતા પ્રખ્યાત થતા જ આ બાબત મુશ્કેલ બની જતી હોય છે. આ દરમિયાન મીરાએ ટોમ ક્રૂઝનું ઉદાહરણ આપ્યું અને દાવો કર્યો કે સેટ પર કોઈ તેની સાથે આંખ મિલાવી શકતું નથી. 

આ ખુલાસાથી શબાના આઝમી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મીરા નાયરે હોલિવૂડમાં લાંબી અને સફળ કારકિર્દી બનાવી છે અને તેણે 'અમેલિયા', 'ધ રિલક્ટન્ટ ફંડામેન્ટલિસ્ટ' અને 'ક્વીન ઓફ કેટવે' જેવી ફિલ્મો બનાવી છે.

ટોમના કરારમાં શું છે?

ન્યૂયોર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન મીરાએ કહ્યું, 'ટોમ ક્રૂઝના કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે તમે તેની સાથે આંખ મિલાવી શકતા નથી. તમને તેમની આંખોમાં જોવાની મંજૂરી નથી.' આ સાંભળીને શબાના આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, 'કેમ?' આના જવાબમાં મીરાએ કહ્યું, 'મને ખબર નથી પણ તે કોન્ટ્રાક્ટમાં છે.'

આ લોકો તેમની આંખોમાં જોઈ શકતા નથી

જ્યારે શબાના આઝમીએ મીરાને પૂછ્યું કે શું આ ખરેખર તેના સેટ પર લાગુ પડે છે? ત્યારે મીરાએ કહ્યું 'હા, વાત સાચી છે.' એટલે શબાનાએ કહ્યું કે, 'જો હું તમારી તરફ  નહીં જોઉં તો હું એક્ટિંગ કેવી રીતે કરી શકું?' ત્યારે મીરાએ જવાબ આપ્યો કે, 'ડાયરેક્ટર અને એક્ટર જોઈ શકે છે સામાન્ય લોકો નહિ.' જો કે ટોમ ક્રૂઝની આંખના કોન્ટ્રાક્ટ વિશે પહેલા પણ અહેવાલો આવી ચૂક્યા છે.

ટોમ ક્રૂઝે તેને માત્ર અફવા ગણાવી છે

ટોમ ક્રૂઝ હોલિવૂડમાં ખૂબ જાણીતા એક્ટર હોવાથી તેમના વિશે અફવાઓ ઉડવી સ્વાભાવિક છે. જુલાઈ 2023માં એક ઈન્ટરવ્યુમાં, 'મિશન ઈમ્પોસિબલ: ડેડ રેકનિંગ પાર્ટ 1'ના ડાયરેક્ટર ક્રિસ મેકક્વેરીએ જણાવ્યું હતું કે, 'જયારે હું ટોમને પહેલીવાર મળ્યો ત્યારે મેં ટોમને પૂછ્યું હતું કે ટોમે પોતાના વિશે સાંભળેલી સૌથી વિચિત્ર અફવા કઈ છે?' ત્યારે ક્રૂઝે કહ્યું કે, 'મારા વિશે એક અફવા એવી છે કે મારા સેટ પર કામ કરતા લોકો મારી સાથે આંખ નથી મિલાવી શકતા, જે તદ્દન ખોટી વાત છે.'

આ દિગ્ગજ અભિનેતાને સેટ પર કોઈ આંખ મિલાવે તે પસંદ જ નથી, મીરા નાયરનો ચોંકાવનારો ખુલાસો 2 - image

Gujarat