mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ! જેઠાલાલ, બાપુજી ગરબે રમ્યા

Updated: Nov 30th, 2023

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ! જેઠાલાલ, બાપુજી ગરબે રમ્યા 1 - image


નવી મુંબઇ,તા. 30 નવેમ્બર 2023,ગુરુવાર 

ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો લગભગ 14 વર્ષથી દર્શકોને ખિલખિલાટ હસાવી રહ્યો છે. શોના દરેક પાત્રો છવાયેલા છે.  આ શોની ટીઆરપી હજુ પણ ઘણી સારી છે અને તે સમાચારોમાં રહે છે. આ શોના દરેક પાત્રની વિશાળ ફેન ફોલોઈંગ છે અને દયાબેન દેખીતી રીતે જ ફેવરિટ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીએ દિલીપ જોશીની સામે દયાનું પાત્ર ભજવ્યું હતું. જો કે, દિશા 2015થી શોથી દૂર છે અને ચાહકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે, તે પરત ફરશે. ઘણી વખત એવું બન્યું છે જ્યારે નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું છે કે, તેઓ દિશાને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જો તે પાછી નહીં આવે, તો તેઓ તેની જગ્યાએ કોઈ બીજાને દયા બનવાની તક આપશે.

હવે શોના લેટેસ્ટ એપિસોડમાં તમે જોઈ શકો છો કે દયાબેનના પરત ફરવાના સમાચાર આવ્યા છે. જેઠાલાલ ખુશ છે કારણ કે, સુંદરે તેને વચન આપ્યું હતું કે તે દિવાળી દરમિયાન દયાને ગોકુલધામમાં પાછી લાવશે અને વચન મુજબ, સુંદરલાલ દયાને જેઠાલાલ જોડે લાવવા માટે પૂરી રીતે તૈયાર છે. 

ગોકુલધામ સોસાયટીના સભ્યો દયાબેનના પાછા આવવાની વાત જાણીને પણ ખુશ છે અને દયાને પરત લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, તારક મહેતા ચિંતિત છે. શોના એક તાજેતરના પ્રોમોમાં, જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી ગરબા રમી રહ્યાં છે. તારક મહેતા દયાબેનના પરત ફરવાથી ચિંતિત છે.

જો કે, તારક અંજલિને કહે છે કે, તે ચિંતિત છે કારણ કે જેઠાલાલનું નસીબ હંમેશા તેની વિરુદ્ધ જાય છે અને તે નથી ઈચ્છતો કે તેના મિત્રની ખુશી બગડે. તારક ચિંતિત થઈ જાય છે કારણ કે તેને દયાબેનના પરત આવવા અંગે શંકા છે. પ્રોમો રિલીઝ થતાની સાથે જ ઘણા ફેન્સ કહેવા લાગ્યા કે, મેકર્સ ફરી મજાક કરી રહ્યા છે.

ચાહકોને લાગે છે કે, નિર્માતાઓ આ બધું માત્ર ટીઆરપી માટે કરી રહ્યા છે અને દયાબેન પાછા આવવાના નથી. ઘણા લોકો ગુસ્સે છે અને કહ્યું છે, કે જો તે પરત નહીં આવે તો તેઓ શો જોવાનું બંધ કરી દેશે. એક યુઝરે લખ્યું કે, 'જો આ ફ્રેંક હશે તો હું શો જોવાનું બંધ કરી દઇશં'.

Gujarat